Bihar : પુલ નીચે ફસાયું પ્લેન! Planeને બહાર કાઢવા માટે અપનાવ્યો આવો જુગાડ!, જુઓ Video


  • Published By :
  • Published Date : 2023-12-30 16:23:39

ગાડીઓ, બાઈક જેવા વાહનો રસ્તા પર ચાલે, ટ્રેન પાટા પર ચાલે, બોટ પાણી પર ચાલે અને પ્લેન આકાશમાં ઉડે. આ વાક્ય વાંચીને એવું કહેશો કે આમાંથી શું નવાઈ. આમાં શું નવું છે. પ્લેનને ટેકઓફ કરતા જ આપણે રસ્તા પર જોયા હશે પરંતુ તમે ક્યારે રસ્તા પર પ્લેનને અટકવાયેલું, ફસાઈ ગયેલું જોયું? જવાબ હશે ના.. પરંતુ બિહારમાંથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં બ્રિજ નીચે પ્લેન ફસાઈ ગયું હતું, પ્લેનને બહાર કાઢવા માટે અનેક રસ્તાઓ અપનાવવામાં આવ્યા.  

મુંબઈથી આસામ લઈ જવાઈ રહ્યું હતું પ્લેનનું બોડી

સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો વાયરલ થતા હોય છે જેને લઈ લોકોમાં આશ્ચર્ય થાય છે કે આવું તો કેવી રીતે બને? એવા જ એક સમાચારની વાત કરવી જે જેમાં પ્લેન બ્રિજ નીચે ફસાઈ ગયું તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. તમે વિચારતા હશો કે બ્રિજ નીચે પ્લેન કેવી રીતે ફસાઈ જાય? પરંતુ પ્લેન બ્રિજ નીચે ફસાયું છે કારણ કે પ્લેનની બોડીને ટ્રકમાં મૂકી એક જગ્યાએથી બીજી જગ્યા પર લઈ જવામાં આવી રહ્યું હતું. પ્લેનને મુંબઈથી આસામ વાયા બિહાર લઈ જવાઈ રહ્યું હતું ત્યારે પ્લેન દુર્ઘટનાનું શિકાર બન્યું અને અમારા માટે તે સમાચાર બની જાય છે!


આ રીતે કાઢવામાં આવ્યું બ્રિજ નીચેથી પ્લેન!

મુંબઈથી આસામ. વાયા બિહાર. ટ્રક મોતિહારીમાં NH-28 પરના ઓવરબ્રિજની નીચે પહોંચતા જ ફસાઈ ગઈ હતી. પ્લેનને બ્રિજ નીચે ફસાયેલું જોવા માટે સ્થાનિક લોકો ત્યાં આવી પહોંચ્યા. અનેક લોકો  પ્લેન સાથે સેલ્ફી લેતા પણ નજરે પડ્યા. ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો આને કારણે. ત્યારે મહામહેનત બાદ, ભારે જહેમત પછી વિમાનને બહાર કાઢવામાં આવ્યું હતું. બ્રિજની નીચેથી પ્લેનને બહાર કાઢવા અલગ અલગ રસ્તાનો ઉપયોગ કરવામાં આવ્યો. ટ્રકને બહાર કાઢવા માટે ટ્રકના ટાયરોની હવા કાઢવામાં આવી અને તે બાદ બ્રિજ નીચેથી પ્લેન નિકળ્યું. ટ્રક નીકળી તે બાદ ટ્રાફિક જામ હળવો થયો. નેશનલ હાઈવે પર વાહનોની અવરજવર શરૂ થઈ શકી.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે