Bikaner Rajasthan - ગુજરાતી પરિવારને નડ્યો અકસ્માત, ઘટનાસ્થળ પર થયા આટલા લોકોના મોત...


  • Published By :
  • Published Date : 2024-02-16 12:06:32

પ્રતિદિન અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. અકસ્માતમાં અનેક પરિવારો વેરવિખેર થયા છે. અકસ્માતને કારણે અનેક લોકોના મોત થઈ ગયા છે. ગઈકાલે પાટણ નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના મોત થઈ ગયા હતા જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્યારે ફરી એક ભયંકર અકસ્માત ગુજરાતી પરિવારને નડ્યો છે રાજસ્થાનના બિકાનેરમાં... મળતી માહિતી અનુસાર ટ્રક તેમજ ગાડી વચ્ચે ટક્કર થઈ હતી અને ગાડીના કૂચેકૂચા નીકળી ગયા હતા. ઘટનાસ્થળ પર પાંચ લોકોના મોત થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે.

રાજસ્થાનના બિકાનેરમાં સર્જાયો ગંભીર અકસ્માત  

અકસ્માતની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન અકસ્માતમાં અનેક લોકોના મોત થતા હોય છે અને અનેક લોકો ઘાયલ થતા હોય છે. અકસ્માત પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. કોઈ વખત ઓવરસ્પીડને કારણે તો કોઈ વખત સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેવાને અથવા તો અન્ય કારણોસર અકસ્માત સર્જાતા હોય છે. પ્રતિદિન અકસ્માતોના સમાચાર સામે આવી રહ્યા છે. ઘરેથી નીકળેલો વ્યક્તિ પાછો સહિ-સલામત ઘરે આવશે કે નહીં તેનો ડર હવે સતાવતો હોય છે. ગઈકાલે જ ગુજરાતમાં એક હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં ત્રણ લોકો કાળનો કોળિયો બન્યા હતા. ત્યારે આજે ગુજરાતી પરિવારને અકસ્માત નડ્યો છે. રાજસ્થાનના બિકાનેરમાં ગુજરાતી પરિવારનો એવો ભયંકર અકસ્માત થયો કે ઘટનાસ્થળ પર પાંચ લોકોના મોત થઈ ગયા છે.    


અકસ્માતમાં થયા પાંચ લોકોના મોત 

મળતી માહિતી અનુસાર રાજસ્થાનમાં ભારતમાલા એક્સપ્રેસ વે પર આ અકસ્માત સર્જાયો છે. કાર અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થતા પાંચ લોકોના મોત થઈ ગયા છે. આ ટક્કર એવી ભયંકર હતી કે કારનો ભુક્કો બોલી ગયો હતો. મૃતકોમાં બે મહિલા, બે પુરૂષોનો તેમજ એક છોકરીનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.   



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.