બિલ્કીસ બાનો કેસ: દોષિતોએ સરેન્ડર કરવું જ પડશે, સુપ્રીમ કોર્ટે મુદત વધારવાની અરજી ફગાવી


  • Published By :
  • Published Date : 2024-01-19 18:54:46

સુપ્રીમ કોર્ટે આજે શુક્રવારે ગુજરાતમાં 2002ના રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો સાથે ગેંગરેપ અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં આત્મસમર્પણ કરવા માટે સમય વધારવાની માંગ કરતી 11 દોષિતોની અરજીને શુક્રવારે ફગાવી દીધી હતી. જસ્ટિસ બી. વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેન્ચે કહ્યું કે દોષિતોએ આપેલા કારણોમાં કોઈ દમ નથી.


શું કહ્યું સુપ્રીમ કોર્ટે?


સુપ્રીમ કોર્ટની બેન્ચે અરજદારોની અરજી અંગે સુનાવણી હાથ ધરતા કહ્યું,કે 'અમે સિનિયર વકીલ અને અરજદારોના વકીલ, બિનઅરજદારોના વકીલની દલીલો પણ સાંભળી છે. સરેન્ડર માટે વધુ સમય આપવા માટે અરજદારો દ્વારા આપવામાં આવેલા કારણોમાં કોઈ તથ્ય નથી કારણ કે આ કારણો કોઈ પણ રીતે તેમને અમારા નિર્દેશોનું પાલન કરતા અટકાવતા નથી. તેથી આ અરજીઓ ફગાવી દેવામાં આવે છે. 8 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે આ કેસમાં 11 દોષિતોને માફી આપવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો. તેણે દોષિતોને 21 જાન્યુઆરી સુધીમાં જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું. બાદમાં દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરીને આત્મસમર્પણ માટે વધુ સમય આપવાની વિનંતી કરી હતી. આ માટે તેણે ખરાબ તબિયત, સર્જરીની જરૂરિયાત, પુત્રના લગ્ન અને ખેતરમાં પાકની કાપણી જેવા કારણો દર્શાવ્યા હતા.

 

આ 11 લોકો છે દોષિત


સજાનો સમય પૂરો થાય તે પહેલા જેલ મુક્ત કરાયેલા 11 દોષિતોમાં બકાભાઈ વોહનિયા, ગોવિંદભાઈ નાઈ, રમેશ રૂપાભાઈ ચાંદના, મિતેશ ચીમનલાલ ભટ્ટ, પ્રદીપ રમણલાલ મોઢિયા, બિપિન ચંદ્ર જોષી, જસવંતભાઈ ચતુરભાઈ નાઈ, રાધેશ્યામ ભગવાનદાસ શાહ, કેશરભાઈ ખીમાભાઈ વોહનિયા, શૈલેશભાઈ ચીમનલાલ ભટ્ટ અને રાજુ ભાઈ સોનીનો સમાવેશ થાય છે.


શું છે બિલ્કીશ બાનો કેસ?


આ  ઘટના સમયે બિલ્કીસ બાનો 21 વર્ષની હતી અને પાંચ મહિનાની ગર્ભવતી હતી. 2002માં ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના બાદ ફાટી નીકળેલા રમખાણો દરમિયાન બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો. રમખાણોમાં માર્યા ગયેલા તેમના પરિવારના સાત સભ્યોમાં તેમની 3 વર્ષની પુત્રી પણ સામેલ હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.