બિપોરજોય વાવાઝોડુંનો સામનો કરવા સેના તૈયાર, આર્મીની 3 બટાલિયન સ્ટેન્ડ બાય કરાઈ


  • Published By :
  • Published Date : 2023-06-13 19:29:30

ઝંઝાવાતી બિપોરજોય વાવાઝોડું ગુજરાતના સમુદ્રકાંઠા પર ત્રાટકવાનું છે, સૌરાષ્ટ્ર અને કચ્છના બંદરો પર સૌથી વધુ જોખમ છે. કચ્છના જખૌમાં ત્રાટકવાનું હોવાથી અહીં સુરક્ષા-વ્યવસ્થામાં સુદ્રઢ બનાવવા પર પૂરતું ધ્યાન રખાઈ રહ્યું છે. વાવાઝોડાના ભયાનકતા જોતા કચ્છમાં મિલિટ્રી કેમ્પ સેનાની 3 બટાલિયન સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. સેનાની આ બટાલિયનો કોઈ પણ પ્રકારના રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડવા માટે સજ્જ છે. સેનાના જવાનો રાહત અને બચાવકાર્યની સામગ્રી સાથે વાવાઝોડા સામે પહોંચી વળવા તૈયાર છે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ કચ્છમાં આર્મી બેઝ કેમ્પની મુલાકાત લીધી હતી. તેમણે બિપોરજોય વાવાઝોડાની તૈયારીઓને જોતા સેનાની તૈયારીઓનું નિરિક્ષણ કર્યું હતું. 


કચ્છમાં 6,730 લોકોનું સ્થળાંતર


બિપોરજોય વાવાઝોડાથી લોકોને બચાવવાના ભાગરૂપે કચ્છમાં કુલ 6,730 લોકોનું સ્થળાંતર કરાયું છે. 4,509 અગરીયાઓને સલામત સ્થળે ખસેડાયા છે. દરિયાકાંઠે વસતા 2,221 લોકોનું 120 સ્થળોએ સ્થળાંતર કર્વમાં આવ્યું છે. આ સાથે 187 શેલ્ટર હોમ તૈયાર કરાયા છે. મેડીકલ કીટ સહિતની 1 લાખ ફુડ પેકેટની પણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. જિલ્લાભરમાં કુલ 48 સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ રાહત કામગીરીમાં જોડાઈ છે. વાવાઝોડા દરમ્યાન PHC, CHC સેન્ટરો પણ કાર્યરત રહેશે.


2 હજારથી વધુ પોલીસકર્મી તૈનાત


કચ્છના સ્થાનિક વહીવટીતંત્રના જણઆવ્યા પ્રમાણે કચ્છના નીચાણવાળા વિસ્તારોના મકાનોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવવામાં આવી રહ્યા છે. આશ્રયસ્થાનોમાં ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભુજ પશ્ચિમના એસપી, ડો. કરણરાજ વાઘેલાના જણાવ્યા પ્રમાણે 2 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને 1400થી વધુ હોમગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે અને અમે તમામ બીચ બંધ કરી દીધા છે. 



કચ્છમાં 6,730 લોકોનું સ્થળાંતર


બિપોરજોય વાવાઝોડાથી લોકોને બચાવવાના ભાગરૂપે કચ્છમાં કુલ 6,730 લોકોનું સ્થળાંતર કરાયું છે. 4,509 અગરીયાઓને સલામત સ્થળે ખસેડાયા છે. દરિયાકાંઠે વસતા 2,221 લોકોનું 120 સ્થળોએ સ્થળાંતર કર્વમાં આવ્યું છે. આ સાથે 187 શેલ્ટર હોમ તૈયાર કરાયા છે. મેડીકલ કીટ સહિતની 1 લાખ ફુડ પેકેટની પણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. જિલ્લાભરમાં કુલ 48 સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ રાહત કામગીરીમાં જોડાઈ છે. વાવાઝોડા દરમ્યાન PHC, CHC સેન્ટરો પણ કાર્યરત રહેશે.


પશ્ચિમ રેલવેએ 69 ટ્રેનો કરી રદ 


ભયાનક ચક્રવાત બિપોરજોયના કારણે  મુસાફરોની સલામતી અને ટ્રેન સંચાલનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ મહત્વનો નિર્ણય કર્યો છે.પશ્ચિમ રેલવેના CPROના જણાવ્યા પ્રમાણે 69 ટ્રેનો રદ કરવામાં આવી છે, 32 ટ્રેનો ટૂંકા સમય માટે બંધ કરવામાં આવી છે જ્યારે 26 ટ્રેનો શોર્ટ-ઓરજિનેટ કરવામાં આવી છે.




ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે