બિપોરજોય વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધ્યું, ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી


  • Published By :
  • Published Date : 2023-06-16 14:27:02

ગુજરાત પર ત્રાટકેલી બિપોરજોય વાવાઝોડા રૂપી આફત જખૌ નજીક મોડી રાત્રે ટકરાયા બાદ અંતે પસાર થઈ ગઈ છે, જો કે વાવાઝોડાની આફત બાદ હવામાન ખાતા દ્વારા સૌપ્રથમ રાહતના સમાચાર આપ્યા છે.  હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ વાવાઝોડાની સ્થિતિને લઈને આજે સવારે જાણકારી આપી હતી. હાલમાં વાવાઝોડું જખૌથી 70 કિલોમીટર દૂર પહોંચ્યું છે અને રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ, બિપોરજોય વાવાઝોડું 115 થી 125 કિમીની ઝડપે ગુજરાતના કાંઠે જખૌની ઉપર ટકરાયું હતું. વાવાઝોડું મોડી રાત્રે 10.30 થી 11.30 વચ્ચે કચ્છમાં ટકરાયું હતું. હાલમાં વાવાઝોડાની ગતિમાં પરિવર્તન થયું છે. બપોર સુધીમાં નબળું પડશે અને સાંજ સુધીમાં ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. હાલમાં સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જે હજુ પણ બે દિવસ સુધી ચાલું જ રહેશે. મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે જ કચ્છ, બનાસકાંઠા, પાટણ અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.


વાવાઝોડાની ગતિ ઘટી

 

હવામાન વિભાગના ડો. મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે હાલમાં હવાની ગતિ 85 થી 90 કિમી છે. આગામી 2-3 કલાકમાં ગતિ ઘટીને 75થી 80 થશે, તે પછીના બીજા 3 કલાક ઘટીને 65થી 75 કિમી થવાની સંભાવના છે. હાલમાં ભારે વરસાદની આગાહી ગુજરાત માટે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં જે 9 નંબરનું સિગ્નલ હતું તેને ઘટાડીને 3 નંબરનું કરવા માટે સલાહ આપવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં થયો ભારે વરસાદ થયો છે, છેલ્લા 24 કલામાં ગાંધીધામમાં સૌથી વધુ 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મુંદ્રામાં 4 ઈંચ, ખંભાળિયા અને અંજારમાં સવા 3 ઈંચ, જામજોધપુર અને વાવમાં પોણા 3 ઈંચ, ભચાઉમાં 2.5 ઈંચ, માંડવી અને કલ્યાણપુરમાં સવા 2 ઈંચ, દ્વારાકામાં સવા 2 ઈંચ, ભાવનગરમાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાજ્યના 34 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.


આજે આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ


હવામાન વિભાગ મુજબ, ગુજરાતમાં હજુ પણ 19મી જૂન સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં આજે 16મી જૂને કચ્છ-સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તથા મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે આવતીકાલે 17મી જૂને ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. 18મી જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલાસડમાં વરસાદ પડી શકે છે. તો 19મી જૂને નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.