‘બિપરજોય’એ વિનાશક સ્વરૂપ ધારણ કર્યું, સમુદ્રમાં ઊંચા મોજા ઉછળ્યા, સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠા વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ


  • Published By :
  • Published Date : 2023-06-11 16:29:55

વિનાશકારી વાવાઝોડા  ‘બિપરજોય’ અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 15 તારીખે સવારથી બપોર સુધીમાં માંડવી અને કરાંચી  વચ્ચે વાવાઝોડું ટકરાશે. 14 અને 15 જૂન વચ્ચે દરિયો તોફાની બનશે, હવામાન વિભાગ અનુસાર આ સમયે સાયક્લોન અતિ સિવિયર સ્વરૂપમાં ફેરવાશે. હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડું 14 જૂન બાદ વાવાઝોડું નોર્થ-નોર્થ ઈસ્ટ તરફ જશે. હાલની સ્થિતિને જોતા કચ્છમાં ટકરાવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યાં છે. વાવાઝોડું કચ્છ અને સૌરાષ્ટ્ર અથવા પાકિસ્તાનની વચ્ચે ટકરાશે. આ દરમિયાન એટલે કે,14થી 15 જૂનની વચ્ચે સમગ્ર દરિયો કિનારો ભારે તોફાની બની શકે છે તેમજ પવની ગતિ પણ પણ તીવ્ર રહેશે. આ સ્થિતિના કારણે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે યેલો  એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


સૌરાષ્ટ્રના તમામ પોર્ટ પર  4 નંબરનું ભયસુચક સિગ્નલ 


બિપોરજોયએ અતિ વિનાશક વાવાઝોડામાંથી મહા વિનાશક રૂપ ધારણ કર્યું છે. આ ચક્રવાત સતત શક્તિશાળી બની રહ્યું છે. જોકે ગુજરાત પર બિપોરજોય ત્રાટકે તેવી શક્યતા ઓછી છે પરંતુ તેની સંભવિત અસરને અવગણી શકાય તેમ નથી. જેને લઇને હવામાન વિભાગ (IMD) સતત બિપોરજોયની હલચલ પર નજર રાખી રહ્યું છે અને દરિયાકાંઠાના વિસ્તારમાં તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. 11 જૂનના સવારે 8.30 વાગ્યાની સ્થિતિ અનુસાર હાલ આ મહાવિનાશક વાવાઝોડું પોરબંદરથી 450 કિ.મી. દૂર છે અને 15 જૂનના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે અતિ વિનાશક વાવાઝોડું પસાર થઇ શકે છે. સૌરાષ્ટ્રના તમામ પોર્ટ પર 4 નંબરનું ભયસુચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે.


ક્યા થશે ભારે વરસાદ? 


વાવાઝોડાના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં તારીખ 11, 12, 13 અને 14 જૂને અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. આજ રોજ ગીર સોમનાથમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા અનેક આ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વાવાઝોડાની અસરના કારણે 14 જૂને મોરબી, રાજકોટ, પોરબંદર, જામનગર, કચ્છ, દ્રારકામાં ભારે વરસાદ થઈ શકે છે. વાવાઝોડા પહેલા પોરબંદર અને વેરાવળમાં  હાલ પવનની ગતિ વધી ગઇ છે. પોરબંદરમાં દરિયામાં ભરતી અને ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે કરંટ હોવાથી લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.


શાળા પ્રવેશત્સવ મોકૂફ


વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં યોજનાર 6 શાળાત્સવ મોકૂફ રાખવામાં આવ્યા છે,. 6 જિલ્લામાં  યોજનાર શાળા મહોત્સવ મોકૂફ રાખાવનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્રારકા, પોરબંદરમોરબી, કચ્છ, જામનગર ,જૂનાગઢના શાળા પ્રવેશ મહોત્સવ  હાલ પૂરતા મોકૂફ રાખવાામાં આવ્યાં છે.


વાવાઝોડાના પગલે જિલ્લા તંત્ર એલર્ટ


વાવાઝડોના પગલે આજે સાંજ સુધીમાં દ્વારકામાં એસડીઆરએફની ટીમ પહોંચી જશે. તો દરિયાકાંઠેના વિસ્તાર રૂપેણ બંદર વિસ્તારમાં થી  2500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.કચ્છમાં વાવાઝોડુ  ટકરાવાના અનુમાન બાદ ભયાનક વાવાઝોડાનો સામનો કરવા કચ્છ પ્રશાસન એલર્ટ બન્યું છે. તમામ બોટને કિનારાથી દૂર લંગારવાની કાર્યવાહી હાથ ધરવામા આવી છે તેમજ એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે.


CM ભૂપેન્દ્ર પટેલે યોજી બેઠક


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્ય ના દરિયા કાંઠા વિસ્તારના જિલ્લાઓ ની સંભવિત વાવાઝોડા સામેની તૈયારીઓ અંગે આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વીડિયો કોન્ફરન્સથી કલેકટરો સમીક્ષા બેઠક યોજી. તેમણે કલેકટરોને પરિસ્થિતિને પહોંચી વળવા સજજ રહેવા આદેશ કર્યો. આ બેઠકમાં મુખ્ય સચિવ અને રાહત કમિશ્નર પણ જોડાયા હતા.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.