બિપોરજોય વાવાઝોડું: AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પાર્ટીના કાર્યકરોને કરી આ અપીલ


  • Published By :
  • Published Date : 2023-06-12 17:55:22

બિપોરજોય વાવાઝોડું 15 જૂનના રોજ કચ્છના માંડવી અને જખૌ પોર્ટની વચ્ચે ટકરાય તેવી પ્રબળ શક્યતા છે. જેના પગલે વડાપ્રધાન કાર્યાલય, રાજ્યના મુખ્યમંત્રી, અસરગ્રસ્ત જિલ્લાનું વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડાની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ કુદરતી હોનારતને લઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ આપના કાર્યકરોને વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો માટે તન મન અને ધનથી સેવા આપવાની અપીલ કરી છે.


ઈસુદાન ગઢવીએ કરી અપીલ


બિપોરજોય ચક્રવાતની ભયાનકતા અને વિનાશકતા જોતા આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને આપના કાર્યકરોને લોકોને મદદની અપીલ કરી છે. તેમણે ટ્વીટ કર્યું કે 'આમ આદમીના તમામ સૈનિકો આફતના સમયમાં તૈયાર રહે ! વાવાઝોડાની આફત ગુજરાત પર મંડરાઈ રહી છે તો તમામ યોદ્ધાઓ અસરગ્રસ્ત લોકો માટે તન મન અને ધનથી સેવા આપવા માટે તૈયાર થઇ જાય ! ઈશ્વર આ આફતમાંથી ઉગારે પરંતુ આપણે સૌ વધુમાં વધુ લોકોની મદદ કરીએ એવી હું સૌ ને અપીલ કરુંછું!'


AAPએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર


બિપોરજોય વાવાઝોડામાં બચાવ અને રાહત કામગીરી માટે આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ જિલ્લાઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. AAPએ  જુનાગઢ, કચ્છ, જામનગર, ભાવનગર, મોરબી, પોરબંદર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ જિલ્લા માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો આ હેલ્પલાઈન નંબરોનો ઉપયોગ કરે તેવી પણ આમ આદમી પાર્ટી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે