ગુજરાત પર તોળાઈ રહ્યો છે બીપરજોય વાવાઝોડાનો ખતરો, તંત્ર હાઈ એલર્ટ પર, NDRFની 18 ટીમો તૈનાત


  • Published By :
  • Published Date : 2023-06-07 15:03:47

ગુજરાત અને મહારાષ્ટ્ર પર બીપરજોય વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. અરબ સાગરથી ઉત્તર તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડું 2 કિમિ પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને પગલે 8 જુનથી પવનની ગતિમાં વધારો થશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવતીકાલથી વાવાઝોડાની અસર મહારાષ્ટ્ર અને ગુજરાત પર વર્તાશે. દરિયા કિનારાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવી છે.

 
NDRFની 18 ટીમો તૈનાત


ખતરનાક વાવાઝોડાની ભયાનક્તા જોતા સમગ્ર સરકારી તંત્ર હાઈ એલર્ટ પર છે.NDRFની દિલ્હી હેડ ઓફિસથી એલર્ટ રહેવા આદેશ અપાયા છે. આ સાથે જ રાજ્ય ની NDRFની 18 ટીમોને તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે. રિજનલ રિસ્પોન્સ ટીમ વડોદરાના ઝરોદ ખાતે 12 ટીમ, ગાંધીનગરની 3 ટીમ અને  રાજસ્થાન 3 ટીમો તૈયાર છે. વાવાઝોડા અને વરસાદ ને લઈને એન.ડી.આર.એફ સજ્જ છે. સમગ્ર ગુજરાતનું હેડ ક્વાર્ટર વડોદરા ના જરોદ પાસે કાર્યરત છે. NDRF પાસે કુલ 18 ટીમો છે જેમાં 12 ટીમ વડોદરા માં સ્ટેન્ડ બાય મોડ પર છે જ્યારે 3 ટીમ ગાંધીનગર માં સ્ટેન્ડ બાય મોડ પર અને 3 ટીમ રાજસ્થાનમાં સ્ટેન્ડ બાય મોડ પર છે. એક ટીમમાં 25 રેસ્ક્યુઅર્સ હોય છે. હજુ સુધી એક પણ ટીમ ને અન્ય જગ્યા પર ડિપ્લોય કરવામાં આવી નથી.


'બિપરજૉય' વાવાઝોડાને શું છે આગાહી?


'બિપરજૉય' વાવાઝોડાને લઇને હવામાન વિભાગે અગત્યની સૂચના આપી છે. હવામાન વિભાગ મુજબ વાવાઝોડાની ગુજરાત પર આગામી 5 દિવસ સુધી કોઇ અસર થશે નહી પરંતુ 2 દિવસ બાદ હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ વરસાદ પડવાની શક્યતા નહિવત છે. 2 દિવસ બાદ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ દમણ, દાદારાનગર, હવેલી સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં  2 દિવસ બાદ હળવાથી સામાન્ય વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં  ચોમાસુ કેરળમાં પહોંચી શકે છે. વાવાઝોડાની સ્થિતિને લઇને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે. જો કે ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆતને હજુ સમય લાગશે.


માછીમારોને સમુદ્ર ન ખેડવા સલાહ 


હવામાન વિભાગે માછીમારોને સમુદ્ર ન ખેડવા સલાહ આપી છે, કેમ કે દરિયામાં મોજાં ઉછળી રહ્યાં છે. 9મી અને 10મી જૂને ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો આ વાવાઝોડું કાંઠે અથડાશે તો ભારે વરસાદ પડશે. વાવાઝોડાનો માર્ગ જોતા એ કદાચ 12-13 જૂન સુધીમાં ઓમાન તરફ ફંટાય એવી પણ શક્યતા છે. આ વાવાઝોડું ભયાનક રૂપ ધારણ કરી શકે છે. 7થી 9 જૂન સુધી દરિયો તોફાની બને અને દરિયામાં 60થી લઈને 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કાંઠા વિસ્તારમાં પણ 70 કિ.મી. સુધીની ઝડપનો પવન ફૂંકાઈ શકે છે. આ વાવાઝોડાને કારણે જ ચોમાસુ 15મી જૂન સુધી મોડું પડી શકે છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે