દ્વારકા પર વધતું બિપોરજોયનું સંકટ! હર્ષ સંઘવીએ ગોમતીઘાટ જઈ પરિસ્થિતિ અંગે કરી સમીક્ષા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-15 13:12:46

દ્વારકા, જામનગર, કચ્છ સહિતના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. વાવાઝોડાને પગલે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. અનેક ઝાડ પણ ધરાશાયી થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે પરિસ્થિતિને પહોંચી વળવા અનેક મંત્રીઓને અનેક જિલ્લાઓની જવાબદારી સોંપવામાં  આવી છે. ત્યારે દ્વારકાની જવાબદારી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને આપવામાં આવી છે. જવાબદારી મળતા જ દ્વારકા તેઓ પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારે ગોમતીઘાટ પર જઈ જાત નિરિક્ષણ તેમણે કર્યું હતું. તે સિવાય ઋષિકેશ પટેલે પણ ભુજના માનકુવાના ફુડ પેકેટ સેન્ટરની મુલાકાત લીધી હતી. 

 

મુખ્યમંત્રી રાખી રહ્યા છે વાવાઝોડા પર નજર!  

ગુજરાતમાં સાંજ સુધીમાં વાવાઝોડું લેન્ડફોલ કરી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાત તરફ વધી રહેલા વાવાઝોડાને ધ્યાનમાં રાખી તંત્ર સજ્જ થઈ ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમથી સતત મોનિટરિંગ કરી રહ્યા છે. તે સિવાય મંત્રીઓને પણ અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. દ્વારકાની જવાબદારી હર્ષ સંઘવીને આપવામાં આવી છે. ત્યારે દ્વારકાના ગોમતીઘાટની રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખી એનડીઆરએફની તેમજ એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તે સિવાય વાવાઝોડા પર સતત નજર રાખવામાં આવી રહી છે.


હર્ષ સંઘવીએ ગોમતીઘાટની લીધી મુલાકાત

વાવાઝોડાને કારણે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. ત્યારે લોકોના જીવ પર સંકટ ન રહે તે માટે અનેક મોટા મંદિરોને દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે દ્વારકાધીશ આવેલી આફતને ટાળી દેશે તેવી આસ્થા લોકો રાખી રહ્યા છે. ત્યારે હર્ષ સંઘવીએ દ્વારકાના ગોમતીઘાટની મુલાકાત લીધી હતી.      



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે