બિપોરજોય વાવાઝોડું બન્યું ભયાવહ! આ પોર્ટો પર લગાવાયું નંબર 9 સિગ્નલ! જાણો કેવી પરિસ્થિતિમાં અપાય છે આ સિગ્નલ?


  • Published By :
  • Published Date : 2023-06-12 11:23:23

ચારેય તરફ હાલ વાવાઝોડાની વાત કરવામાં આવી રહી છે. વાવાઝોડા પર હવામાન વિભાગ નજર રાખી રહ્યું છે પરંતુ ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર વાવાઝોડા પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ગુજરાત તરફ તેજગતિથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને પોરબંદરથી 340 જેટલા કિલોમીટર જ દૂર છે. આ અંતર સતત ઘટી રહ્યું છે જ્યારે વાવાઝોડાની તીવ્રતા સતત વધતી જઈ રહી છે. વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખી ઓખા અને સલાયા બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. પોરબંદર પોર્ટ પર 9 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યં છે.  


ભારતમાં તીવ્રતા દર્શાવવા 11 સિગ્નલનો થાય છે ઉપયોગ!

જેમ જેમ વાવાઝોડાની તીવ્રતા વધતી જાય છે તેમ તેમ સિગ્નલો પણ અલગ અલગ આપવામાં આવે છે. વાવાઝોડાની તીવ્રતા જોઈ અલગ અલગ સિગ્નલો આપવામાં આવે છે અને જે સિગ્નલો આપવામાં આવે છે તેની ઉપરથી વાવાઝોડું કેટલું દૂર છે તેની કેટલી ગતિ છે તે બધું જાણી શકાય છે. અનેક દેશોમાં સિગ્નલો દર્શાવવા માટે ફ્લેગનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે ભારતમાં આ માટે 11 સિગ્નલો ઉપયોગ કરવામાં આવે છે. વાવાઝોડાની ગંભીરતાને લઈ અલગ અલગ સિગ્નલો અપાતા હોય છે ત્યારે જાણીએ ક્યારે કયાં સિગ્નલ આપવામાં આવે છે.   



જાણો ક્યારે અપાય છે સિગ્નલ નંબર 1થી સિગ્નલ નંબર 11 ?  

સિગ્નલ નંબર 1 ત્યારે આપવામાં આવે છે જ્યારે કોઈ દૂરના વિસ્તારમાં ક્યાંક વાવાઝોડું સર્જાઈ રહ્યું હોય. આ સિગ્ન દરમિયાન પવનની ગતિ 60 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે હોય છે. જો પવનની ગતિ 60થી 90 કિલોમિટર પ્રતિકલાકે હોય તે દરમિયાન વાવાઝોડું સર્જાયું છે તે વખતે સિગ્નલ નંબર 2 આપવામાં આવે છે. સિગ્નલ નંબર 3 અને સિગ્નલ નંબર 4 બંદરોની સ્થિતિ ભયજનક હોવાનું સૂચવે છે. સિગ્નલ નંબર 3 ત્યારે આપવામાં આવે છે જ્યારે વાવાઝોડા બંદર સુધી પહોંચી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 60થી 90 કિલોમીટર પ્રતિકલાક રહેશે.સિગ્નલ નંબર 4 સ્થાનિક તંત્રને વોર્નિંગ આપવામાં આવે છે કે બંદરને અસર કરી શકે છે. 



ભયનો સંકેત સિગ્નલ નંબર 4  દર્શાવે છે. વાવાઝોડાને કારણે બંદરના હવામાનને અસર થઈ શકે છે. બંદરની ડાબુ બાજુથી વાવાઝોડું પસાર થઈ શકે છે. જો સિગ્નલ નંબર 6 આપવામાં આવ્યું હોય તો વાવાઝોડું ડાબી બાજુથી પસાર થઈ શકે છે. જો બંદર ઉપરથી અથવા તો બંદર નજીકથી વાવાઝોડું પસાર થવાનું હોય ત્યારે સિગ્નલ નંબર 7 આપવામાં આવે છે. સિગ્નલ નંબર 8નું એલર્ટ આપવામાં આવ્યું હોય તો તેનો મતલબ થાય છે કે તે સમય દરમિયાન હવાની ઝડપ 90થી 120 કિલોમીટર પ્રતિકલાકની હોય છે. વાવાઝોડું જમણી બાજુથી પસાર થશે. 



જો સિગ્નલ નંબર 9 આપવામાં આવ્યું હોય તો ચક્રવાત ડાબી બાજુથી પસાર થઈ શકે છે. સિગ્નલ નંબર 10ને ખૂબ જ જોખમનું એલર્ટ માનવામાં આવે છે. આ વાવાઝોડાને અતિ ભયંકર માનવામાં આવે છે. બંદર પરથી અથવા તો તેની આજુબાજુથી પસાર થશે અને પવનની ગતિ 200 કિલોમીટર પ્રતિકલાકે રહેતી હોય છે. અને સૌથી છેલ્લે સિગ્નલ નંબર 11 આપવામાં આવે છે જેનો અર્થ થાય છે કે  બંદર સાથેના તમામ સંપર્ક તૂટી પડયા છે. બંદર ખતરામાં હોય ત્યારે આ સિગ્નલ આપવામાં આવે છે.    




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે