અકાસા એરલાઇનની ફ્લાઇટ સાથે પક્ષી અથડાયું,બેંગ્લોર જતી ફ્લાઈટ મુંબઈ પરત આવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 15:48:05

એરલાઇન્સની દુનિયામાં હમણાં જ શામેલ થયેલ અકાસા એરલાઇનની ફ્લાઇટમાં પક્ષી અથડાવવાની ઘટના બની,મુંબઈથી ઉડાન ભરી ફ્લાઇટ બેંગલોર તરફ જઈ રહી હતી તે દરમિયાન ફ્લાઇટ સાથે પક્ષી અથડાયું હતું,સૂત્રોની માહિતી મુજબ પ્લેનમાંથી સળગતી ગંધ આવી રહી હતી. પણ હાલ આ બાબતે એરલાઈને હજુ સુધી કોઈ વાત કરી નથી


પ્લેન સુરક્ષિત રીતે મુંબઈ પરત ફર્યા બાદ તેની તપાસ કરવામાં આવી હતી. આ ઘટના અંગે એરલાઈને હજુ સુધી કોઈ વાત કરી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્લેનમાંથી સળગતી ગંધ આવી રહી હતી. તપાસમાં એક એન્જીન પર પક્ષી બળી જવાના નિશાન મળી આવ્યા છે.

અકાસા એરલાઈન્સની મુંબઈ-બેંગલુરુ ફ્લાઈટ આજે ખોરવાઈ ગઈ હતી. મુંબઈથી ટેકઓફ કર્યા બાદ પક્ષી તેમના પ્લેન સાથે અથડાયું હતું. QP-1103 નંબરની ફ્લાઈટને મુંબઈ પરત ફરવું પડ્યું હતું.


ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે