Mahatma Gandhi તેમજ Lal Bahadur Shastriની આજે જન્મજયંતિ, President તેમજ PMએ બંને રાજનેતાઓને અર્પી પુષ્પાંજલિ


  • Published By :
  • Published Date : 2023-10-02 10:36:20

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તેમજ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ છે. બંને રાજનેતાઓએ પોતાના દેશના રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. રાજઘાટ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તે સિવાય ઉપરાષ્ટ્રપતિ સહિત અનેક નેતાઓ ગાંધી બાપુને રાજઘાટ ખાતે જઈ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વિજયઘાટ પર જઈ રાષ્ટ્રપતિ, પીએમ મોદીએ લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા હતા.  તે સિવાય અનેક નેતાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બંને રાજનેતાઓને યાદ કર્યા છે અને શ્રદ્ધાંજલિ પાઠવી છે. 


સોશિયલ મીડિયા પર પીએમ મોદીએ બાપુને કર્યા યાદ 

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કરી પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. પોતાના પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું છે કે ગાંધી જયંતિના ખાસ અવસર પર હું મહાત્મા ગાંધીને નમન કરું છે. તેમના ઉપદેશો માર્ગદર્શન આપે છે. મહાત્મા ગાંધીનો પ્રભાવ વૈશ્વિક છે, જે સમગ્ર માનવજાતને એકતા અને કરૂણાની ભાવનાને અનુસરવા માટે પ્રેરણા આપે છે. તેમના સપનાને સાકાર કરવા માટે આપણે હંમેશા કામ કરતા રહીએ. 


દેશના પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને પણ પાઠવી શ્રદ્ધાંજલિ

મહાત્મા ગાંધી ઉપરાંત દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પણ પીએમ મોદીએ યાદ કર્યા હતા. સોશિયલ  મીડિયા પ્લેટફોર્મ પર લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરતા લખ્યું કે "લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર યાદ કરું છું. દેશ પ્રત્યેની તેમની સાદગી અને સમર્પણ અને 'જય જવાન, જય કિસાન' ના નારા આજે પણ દેશની પેઢીઓને પ્રેરણા આપે છે. ભારતની પ્રગતિ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને પડકારજનક સમયમાં તેમનું નેતૃત્વ અનુકરણીય છે. "



મહાત્મા ગાંધીને વિદેશમાં વસતા લોકો પણ યાદ કરે છે!

મહાત્મા ગાંધી જેમને આપણે રાષ્ટ્રપિતા તરીકે ઓખળીએ છીએ તેમની આજે જન્મ જયંતી છે. મહાત્મા ગાંધીને ન માત્ર ભારતમાં યાદ કરવામાં આવે છે પરંતુ વિદેશમાં પણ ગાંધીજીને યાદ કરવામાં આવે છે. બાપુના તેમજ ગાંધીવાદી વિચારધારાના ચાહકો ભારત ઉપરાંત વિદેશમાં વસે છે. વિદેશીઓ પણ બાપુને માનથી બોલાવે છે. વિદેશથી જ્યારે કોઈ રાષ્ટ્રીય મહેમાન ભારત આવે છે ત્યારે તેઓ અચૂકપણ રાજઘાટ જઈ બાપુને પુષ્પાંજલી અર્પણ કરતા હોય છે. ગાંધીજીએ અહિંસાને પોતાનું શસ્ત્ર બનાવ્યું હતું. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.