ટાટાએ બિસ્લેરીને રૂ.7000 કરોડમાં ખરીદી, રિલાયન્સ અને નેસ્લે પણ હતા હોડમાં


  • Published By :
  • Published Date : 2022-11-24 17:18:53

ભારતના સોફ્ટ ડ્રિંક જાયન્ટ્સ થમ્સઅપ, ગોલ્ડસ્પોટ અને લિમ્કાને કોકા-કોલાને વેચ્યાના લગભગ ત્રણ દાયકા પછી, રમેશ ચૌહાણે બિસ્લેરી ઇન્ટરનેશનલને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડને રૂ. 6000 થી 7000 કરોડની વચ્ચે વેચી છે. બિસ્લેરીનું વર્તમાન મેનેજમેન્ટ 2 વર્ષ સુધી કામકાજ ચાલુ રાખશે.  82 વર્ષીય રમેશ ચૌહાણ, છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત તબિયતનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે બિસ્લેરીને તેના વિસ્તરણના આગલા લેવલ પર લઈ જવા માટે તેમની પાસે કોઈ અનુગામી નથી.


રમેશ ચૌહાણ હતા માલિક


રમેશ ચૌહાણે કહ્યું છે કે તેમની પુત્રી જયંતિને બિઝનેસમાં રસ નથી. બોટલ્ડ વોટર બિઝનેસમાં દિગ્ગજ કંપની બિસ્લેરીને ખરીદવા માટે રિલાયન્સ રિટેલ અને નેસ્લે જેવી કંપનીઓએ પણ વાતચીત શરૂ કરી હતી. ટાટા સાથે પણ બિસ્લેરીની વાતચીત લગભગ 2 વર્ષથી ચાલી રહી છે.


બિસ્લેરી બ્રાન્ડ પર ટાટાનો મોટો દાવ


થોડા સમય પહેલા, રમેશ ચૌહાણે ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન અને ટાટા કન્ઝ્યુમરના સીઈઓ સુનીલ ડિસોઝા સાથે મીટિંગ કર્યા બાદ બિસ્લેરી બ્રાન્ડ વેચવાનો નિર્ણય કર્યો હતો.  બિસ્લેરી બ્રાન્ડ પર ટાટાનો મોટો દાવ ગ્રાહકો સુધી પહોંચવાના એક કદમ તરીકે જોવામાં આવે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે