Rajasthanમાં થયેલા Paper Leak મુદ્દે BJP આક્રામક, પરંતુ Gujaratમાં થયેલા Paper Leak મુદ્દે મૌન! Yuvrajsinhએ અમિત શાહ પર પ્રહારો કરતા કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2023-11-21 10:58:09

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. અલગ અલગ મુદ્દે રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચાર કરી રહી છે. અલગ અલગ મુદ્દાને ધ્યાનમાં રાખી પાર્ટી એકબીજા પર પ્રહાર કરી રહી છે. ભાજપ માટે રાજસ્થાનમાં મહત્વનો મુદ્દો છે પેપરલીક. પેપર લીકને લઈ ભાજપ કોંગ્રેસ પર આક્રામક દેખાઈ રહી છે. પેપર લીક મુદ્દે ગેહલોત સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે ચૂંટણી પ્રચારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પેપરલીક મુદ્દે નિવેદન આપ્યું હતું જેને લઈ યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે. 

રાજસ્થાનમાં થયેલા પેપરલીક મુદ્દે અમિત શાહે કરી વાત

પેપરલીક એક મોટો ગંભીર મુદ્દો છે. પેપર લીક થવાને કારણે અનેક યુવાનોના ભવિષ્ય અંધકારમય બની જાય છે. ગુજરાતમાં પણ  અનેક વખત પેપરલીક થયા છે પરંતુ કેવી કાર્યવાહી કરવામાં આવી તે આપણે જાણીએ છીએ. કાર્યવાહીના રૂપમાં શું પગલા લેવાયા તે આપણે જાણીએ. રાજસ્થાનમાં પેપરલીક મુદ્દે ભાજપ એકદમ આક્રામક દેખાઈ રહી છે. પેપરલીક મુદ્દે અનેક વખત રેલીમાં મંત્રીઓ દ્વારા આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે રાજસ્થાનમાં અમિત શાહ પ્રચાર કરી રહ્યા ત્યારે તેમણે પેપરલીક મુદ્દે નિવેદન આપ્યું હતું જેમાં એક વર્ષમાં કેટલા પેપર લીક થया છે તેવી વાત કહી હતી. આ નિવેદન સામે આવતા વિદ્યાર્થી નેતા તરીકે જાણીતા યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી હતી. 


યુવરાજસિંહે ગણાવ્યા ગુજરાતમાં કેટલા પેપરલીક થયા? 

પ્રતિક્રિયા આપતા યુવરાજસિંહે કહ્યું કે રાજસ્થાનનું પોડાશી રાજ્ય ગુજરાત છે. જેમાં ભાજપની જ સરકાર છે, છતાંય ત્યાં પેપરલીક થાય છે. યુવાનોના ભવિષ્ય પર પ્રશ્ન છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં તો 24 પેપરલીકની ઘટના બની છે. ગુજરાતમાં થતા પેપરલીકની ઘટના તમારા માટે શા માટે મહત્વ ધરાવતી નથી તે એક પ્રશ્ન છે. ગુજરાતમાં 2014થી કેટલા પેપરલીક થયા છે તેની માહિતી યુવરાજસિંહે આપી હતી.       



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.