ભાજપે જાહેર કરી રાષ્ટ્રીય પદાધિકારીઓની યાદી, જુઓ કોના કોના નામોનો કરાયો છે સમાવેશ


  • Published By :
  • Published Date : 2023-07-29 16:58:42

આગામી સમયમાં અનેક રાજ્યોમાં વિધાનસભાની તેમજ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક રાજકીય પાર્ટી દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી એમ પણ પોતાના પ્લાનિંગ તેમજ પોતાની સ્ટેટરજીને લઈ ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે લોકસભાની ચૂંટણીને લઈ પાર્ટી એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પોતાની નવી ટીમની જાહેરાત કરી દીધી છે. જે નવી ટીમને મેદાનમાં ઉતારવામાં આવી છે  તેમાં 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, 8 રાષ્ટ્રીય મહામંત્રી અને 13 સચિવની નિયુક્તિ કરવામાં આવી છે. કેન્દ્રીય પદાધિકારીઓની યાદીમાં 38 નામ જાહેર કરવામાં આવ્યા છે.

લોકસભા ચૂંટણીની ભાજપે શરૂ કરી ચૂંટણીની તૈયારી 

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ વખતની ચૂંટણીમાં INDIA Vs NDAનો મુકાબલો જોવા મળવાનો છે. ભાજપને પરાસ્ત કરવા માટે  વિપક્ષી પાર્ટીઓ એક થઈ છે જેમના ગઠબંધનના નામને INDIA આપવામાં આવ્યું છે. ત્યારે લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જે.પી.નડ્ડાએ આજે પોતાની નવી ટીમ જાહેર કરી છે. 

આ રહ્યા નવા પદાધિકારીઓના નામ 

ભાજપે 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, 8 રાષ્ટ્રીય મહામંત્રી અને 13 સચિવની નવી નિયુક્તિ કરી છે. સંગઠનના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે બીએલ સંતોષની પસંદગી કરવામાં આવી છે, સાથે જ શિવપ્રકાશને રાષ્ટ્રીય સહ-સંગઠન મહાસચિવની જવાબદારી સોંપવામાં આવી છે. તે સિવાય પૂર્વ મુખ્યમંત્રીઓ ડો.રમણ સિંહ, વસુંધરા રાજે, રઘુવર દાસને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. મધ્યપ્રદેશના સૌદાન સિંહને પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે