ભાજપે વધુ 12 ઉમેદવારોના નામની જાહેરાત કરી, રાધનપુરથી અલ્પેશ ઠાકોરને નહીં પરંતુ આ ઉમેદવારને મળી ટિકિટ, જાણો કોણ ક્યાંથી લડશે ચૂંટણી


  • Published By :
  • Published Date : 2022-11-15 09:40:37

ગુજરાત વિધાનસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તબક્કાવાર પાર્ટી ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે. ભાજપે વધુ 12 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જેમાં અલ્પેશ ઠાકોર, લવિંગજી ઠાકોર સહિત અનેક નામોનો સમાવેશ થાય છે. 182માંથી ભાજપે 178 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.

  

રાધનપુરથી અલ્પેશ ઠાકોરને ન મળી ટિકિટ 

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે. ચૂંટણીને લઈ દરેક પાર્ટી પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી રહી છે. કોંગ્રેસ, ભાજપ તેમજ આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામની ઘોષણ કરી રહ્યા છે. ત્યારે ભાજપે 12 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે.  

Gujarat Election Alpesh Thakor Said Want To Contest From Radhanpur In Patan  | Gujarat Election: बीजेपी नेता अल्पेश ठाकोर के 'दिल की बात', बताया किस सीट  से लड़ना चाहते हैं चुनाव?

કુલ 178 ઉમેદવાર જાહેર કરાયા, ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર, ચાર બેઠકના  ઉમેદવાર બાકી, નવી યાદીમાં બે મહિલા | BJP announced list of 12 more  candidates, Alpesh Thakor on ...

4 બેઠકો માટે ઉમેદવારના નામ નથી જાહેર કર્યા

ભાજપે 182માંથી 178 બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. અલ્પેશ ઠાકોરને રાધનપુરથી ચૂંટણી મેદાનમાં ઉતારવાની જગ્યાએ ભાજપે ગાંધીનગર દક્ષિણ બેઠક માટે ટિકિટ ફાળવી છે. રાધનપુર બેઠક માટે ભાજપે લવિંગજી ઠાકોરને પસંદ કર્યા છે. પાટણ માટે ડો. રાજુલબેન દેસાઈ, ગાંધીનગર ઉત્તરથી રીટાબેન પટેલ, વટવાથી બાબુસિંહ જાદવ, મહેમદાવાદથી અર્જુનસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે. ગરબાડા, માંજલપુર, માણસા અને ખેરાલુ માટે ભાજપે પોતાના ઉમેદવારની જાહેરાત નથી કરી.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે