સત્તાવિરોધી લોકજુવાળથી ચિંતિંત ભાજપ વર્તમાન 50 ટકાથી વધુ MLAનું પત્તુ કાપશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 15:46:54

ગુજરાતની વિધાનસભા ચૂંટણી નજીક આવતી જાય છે તેમ શાસક પક્ષ  ભાજપની મુશ્કેલીઓ પણ વધી રહી છે. સમાજનો લગભગ દરેક વર્ગ સરકાર સામે આવી ગયો છે. કર્મચારી સંગઠનો, ખેડૂતો, માલધારીઓ અને બેરોજગાર યુવાનો ખુલ્લેઆમ સરકારના વિરોધમાં ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. બીજી તરફ એવા લોકો પણ છે જે ભાજપના 27 વર્ષના શાસનથી ગળે આવી ગયા છે. આ લોકો પ્રગટપણે વિરોધ નથી કરતો પણ આ શાંત મતદારો વિધાનસભાની ચૂંટણીમાં ચોક્કસપણે ભાજપની સામે હશે. ભાજપના ટોચના અને અનુભવી નેતાઓ પણ સત્તાવિરોધી લોકજુવાળને જાણી ગયા છે.


મોંઘવારી અને બેરોજગારીથી ત્રસ્ત લોકો 


રાજ્યમાં આજે સામાન્ય લોકોનો મોટ પ્રશ્ન રોટી,કપડા અને મકાન છે. ભાજપના 27 વર્ષના શાસનમાં શિક્ષણ મોંઘુદાટ થયું છે, શિક્ષણનું ખાનગીકરણ થવાથી સામાન્ય માણસ માટે પોતાના બાળકોને સારી શાળામાં ભણાવવા લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે. અનાજ, કઠોળ, ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચ્યા છે. આ કારમી મોઘવારીએ લોકોની ચિંતા વધારી છે, નોકરીયાત વર્ગનો પગાર વધતો નથી પણ મોંઘવારી બેકાબુ બની છે. આ સ્થિતીમાં લોકોને એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ થયો છે. ગુજરાત આમ તો ઔદ્યોગિક રાજ્ય છે પણ હાલની સ્થિતી એવી છે કે ભણેલા યુવાનોને પણ નોકરી મળતી નથી આ ડિગ્રીધારી યુવાનોનો રાજ્ય સરકાર સામે ઉગ્ર રોષ ગાંધીનગરમાં થતાં ધરણામાં સ્પષ્ટપણે જોવા મળે છે.


50 ટકા કરતાં વધુ ધારાસભ્યોની ટિકિટ કપાશે


ગુજરાતમાં ભાજપના 27 વર્ષના શાસનથી વ્યાપક પ્રમાણમાં એન્ટી ઈન્કમ્બન્સી જોવા મળી રહી છે. આ સ્થિતીને ખાળવા માટે 50 ટકા કરતાં વધુ ધારાસભ્યોની ટિકિટ કપાશે તેવું માનવામાં આવે છે. આ વિધાનસભા ચૂંટણી ભાજપ નવા અને યુવાન નેતૃત્વને તક આપવા માંગે છે. ભાજપ આવું કરીને 27 વર્ષથી સત્તામાં ટકી રહી છે. કોરોનાની બીજી વેવ પછી ગુજરાત સરકારનો વ્યાપક વિરોધ થતાં નો-રીપીટ થિયરી અપનાવવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમનું મંત્રીમંડળ સંપૂર્ણપણે બદલી નાખવામાં આવ્યાં હતાં.  રૂપાણીના સ્થાને આવેલી નવી સરકારથી પણ જનતા એટલી રાજી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે 2017માં ભાજપને 99 બેઠક જ મળી હતી.


આ વખતનો સરકાર વિરોધી લોકજુવાળ જોતા ભાજપ માટે ફરીથી સત્તા પ્રાપ્ત કરવી મુશ્કેલ જણાય છે. તેમાં પણ કોંગ્રેસની સાથે-સાથે ભાજપને હવે બીજા મોરચે આમ આદમી પાર્ટી તરફથી પણ પડકાર મળી રહ્યો છે. પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા એટલા માટે જ અવારનવાર ગુજરાતની મુલાકાતં આવી રહ્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે