ગમે ત્યારે ભાજપ જાહેર કરી શકે છે બાકી રહેલી બેઠકો માટે ઉમેદવારોના નામ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-10 16:50:41

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટેની તારીખ જાહેર થયા બાદ કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જ્યારે ભાજપે પણ 160 ઉમેદવારોના નામ જાહેર કરી દીધી છે. ટૂંક સમયમાં બાકી રહેલા 22 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. 

આ બેઠકો માટે જાહેર નથી કરાયા ઉમેદવાર 

મહામંથન કર્યા બાદ ભાજપે પોતાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. 182માંથી ભાજપે 160 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે જ્યારે હજી 22 સીટ માટે ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. 160 બેઠક માટે અનેક મહિલાઓને ટિકિટ આપી છે જ્યારે અનેક ઉમેદવારોની ટિકિટ કપાઈ છે જ્યારે અનેક ઉમેદવારોને રિપિટ કરાયા છે. જે 22 સીટ માટે ઉમેદવારોના નામોની જાહેરાત થવાની બાકી છે તેની પર સૌની નજર છે.

રાધનપુર, પાટણ, ખેરાલુ, હિંમતનગર, ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર દક્ષિણ માટે ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી છે.  ઉપરાંત કલોલ, વટવા, ધોરાજી, જામકંડોરણા, કુતિયાણા, ભાવનગર પૂર્વે, પેટલાદ, મહેમદાવાદ, ઝાલોદ, ગરબાડા, પાવી જેતપુર, સયાજીગંજ, માંજલપુર, ડેડિયાપાડા અને ચોર્યાસી બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવાની બાકી છે. આમાંથી ઘણી બેઠકો એવી છે જ્યાંથી કોંગ્રેસને અલવિદા કહેનાર નેતાઓ છે.    




ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.