ભાજપે તેના ઉમેદવારોની પાંચમી યાદીમાં ત્રણ બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા


  • Published By :
  • Published Date : 2022-11-16 15:57:13

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈ માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાની પાંચમી યાદીમાં ત્રણ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ભાજપ આ બેઠકો પર ઉમેદવારોના નામ ક્યારે જાહેર કરશે તેને લઈ રાજકીય વર્તુળોમાં અનેક તર્કવિતર્કો થઈ રહ્યા હતા.  જો કે હજુ પણ એક બેઠક પર કોકડું ગુંચવાયેલું છે.


ભાજપે કઈ બેઠક માટે ઉમેદવારો જાહેર કર્યા?


ભાજપની પાંચમી યાદીમાં ત્રણ ઉમેદવારો જાહેર કર્યા છે. જેમ કે ખેરાલુથી સરદારસિંહ ચૌધરી, માણસાથી જયંતિભાઈ પટેલ અને ગરબાડાથી મહેન્દ્ર ભાભોરને ટિકિટ આપવામાં આવી છે. જોકે હજુ પણ વડોદરાની માંજલપુર સીટને લઈ  ભાજપમાં અસમંજમની સ્થિતી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે