ભાજપે અમદાવાદ ગ્રામ્યના ઉમેદવારો પર કરી ચર્ચા, આ નેતાના પત્તા કપાશે


  • Published By :
  • Published Date : 2022-11-04 18:55:26

ગુજરાત વિધાનસભાની ચૂંટણી મામલે ત્રણેય પક્ષો પોતાની રીતે લડી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની પાંચ બેઠકો પર ચર્ચા કરી હતી. અમદાવાદ ગ્રામ્યની વીરમગામ, સાણંદ, ધોળકા, ધંધુકા અને દસક્રોઈ વિધાનસભા ક્ષેત્રો પર કોને મોકો આપવામાં આવશે તે મામલે ચર્ચા કરી હતી. ચર્ચાની અંતે કોને ટિકિટ આપવી અને કોની ટિકિટ કાપવી તે નિર્ણય લેવાયો હતો.

વિરોધ સામે હાર્દિકને વીરમગામની ટિકિટ અપાઈ શકે

Big Relief To 30 People Including Hardik Patel In Breach Of Declaration  Case | હાર્દિક પટેલ સહિત 30 લોકો સામે જાહેરનામા ભંગનો નોંધાયો ગુનો, તમામને  મળી મોટી રાહતઆજે અમદાવાદ ગ્રામ્યની વીરમગામ, સાણંદ, ધોળકા, ધંધુકા અને દસક્રોઈ બેઠક માટે ચર્ચા કરવામાં આવી હતી. વીરમગામ માટે ભારતીય જનતા પાર્ટી હાર્દિક પટેલને લડાવે તેવા સમાચારો આવી રહ્યા હતા. આજે પણ ચર્ચામાં હાર્દિક પટેલને વીરમગામ વિધાનસભા ક્ષેત્રની ટિકિટ આપી શકે તેવી ચર્ચા કરવામાં આવી હતી. વીરમગામના લોકોની સમગ્ર મામલે ઉલટ પ્રતિક્રિયા જોવા મળી રહી છે. વીરમગામના લોકો અને વીરમગામના ભાજપના કાર્યકર્તાઓ હાર્દિક પટેલને ટિકિટ અપાય તેની વિરોધમાં દેખાઈ રહ્યા છે. 

ભૂપેન્દ્ર પટેલની ટિકિટ કપાવાની સંભાવના

ચૂંટણી જીતવા મામલે ભુપેન્દ્રસિંહ ચુડાસમાની મુશ્કેલી વધી: જાણો શું કહ્યું  હાઇકોર્ટેવર્ષ 2012 અને વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્ર ચૂડાસમા ધોળકા વિધાનસભા ક્ષેત્રથી ધારાસભ્ય બન્યા હતા. વર્ષ 2017ની ચૂંટણીમાં તો ભૂપેન્દ્ર ચૂડાસમાની જીત મામલે વિવાદ સર્જાયો હતો અને મામલો હાઈકોર્ટમાં પણ ગયો હતો. સમગ્ર બાબત વચ્ચે આ ચર્ચામાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ વખતે ભૂપેન્દ્ર ચૂડાસમાની ટિકિટ કપાઈ શકે છે. વર્ષ 2017માં ભૂપેન્દ્ર પટેલ 327 મતોની લીડથી ધારાસભ્ય બન્યા હતા. 


બાબુ જમના પટેલની ટિકિટ કપાવાની સંભાવના 

Babubhai Jamnadas Patel, BJP MLA from Daskroi – Our Neta

ભાજપની અમદાવાદ ગ્રામ્યની ચર્ચામાં દસ્ક્રોઈ વિધાનસભા ક્ષેત્ર મામલે વરિષ્ઠ ધારાસભ્ય બાબુ જમના પટેલની ટિકિટ કપાવાની સંભાવના છે. અમદાવાદ ગ્રામ્યની 3.11 લાખ મતદારો ધરાવતી દસક્રોઈ બેઠક પર વર્ષ 2017માં બાબુ જમના પટેલે પંકજ પટેલ સામે જીત મેળવી હતી. વર્ષ 2007થી બાબુ જમના પટેલ દસક્રોઈ બેઠક પરથી જીતતા આવે છે પણ આ વખતે બાબુ જમના પટેલની ટિકિટ કપાવાની સંભાવના છે. 

સાણંદના યુવા ધારાસભ્ય કનુ પટેલને રિપીટ કરાશે

સાણંદના યુવા ધારાસભ્ય કનુ પટેલને રિપીટ થાય તેવી વાત સામે આવી રહી છે. સાણંદ વિધાનસભા 2 લાખ 43 હજારથી વધુ મતદારો ધરાવતું ક્ષેત્ર છે. સાણંદ વિધાનસભા ક્ષેત્રમાં સાણંદ અને બાવળા તાલુકાના ગામો આવે છે. વર્ષ 2017માં સાણંદથી કનુ પટેલ ધારાસભ્ય બન્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી ફરીવાર કનુ પટેલને મોકો આપે તેવી શક્યતાઓ છે. આમ આદમી પાર્ટીએ કુલદીપ વાઘેલાને આ વિધાનસભા ક્ષેત્રમાંથી ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસમાં હાલ કોને ટિકિટ આપવામાં આવશે તે જાહેરાત નથી થઈ. 






ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે