છત્તીસગઢમાં ભાજપનો ચૂંટણી ઢંઢેરો: 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, 1 લાખ સરકારી નોકરી, પરિણીતાઓને રૂ.12,000ની સહાય


  • Published By :
  • Published Date : 2023-11-03 20:28:27

છત્તીસગઢમાં ફરી એકવાર સત્તામાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહેલી ભાજપે પ્રથમ તબક્કાના મતદાનના ત્રણ દિવસ પહેલા પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. 'મોદી કી ગેરંટી' નામ હેઠળ જાહેર કરવામાં આવેલા આ ઢંઢેરામાં ભાજપે સમાજના દરેક વર્ગને નવી નોકરીઓથી લઈને ગરીબોને ઘર આપવા સુધીના વચનો આપ્યા છે. ભાજપે દાવો કર્યો છે કે જો તેમની સરકાર બનશે તો આગામી પાંચ વર્ષ છત્તીસગઢ માટે વિકાસના વર્ષ હશે. આ સમયગાળા દરમિયાન, સરકાર પ્રથમ બે વર્ષમાં 1 લાખ સરકારી જગ્યાઓ પર ભરતી કરશે, જ્યારે 18 લાખ ગરીબ લોકોને પીએમ આવાસ યોજના હેઠળ ઘર આપવામાં આવશે. આ ઉપરાંત, પાર્ટીએ મહિલાઓને આકર્ષવાનો પણ પ્રયાસ કર્યો છે, જેમની સંખ્યા છત્તીસગઢની મતદાર યાદીમાં ઘણી વધારે છે. ભાજપે વચન આપ્યું છે કે જો સરકાર બનશે તો તે દરેક પરિણીત મહિલાને 12,000 રૂપિયાની આર્થિક મદદ કરશે. આ ઉપરાંત ખેડૂતોને ડાંગરના ટેકાના ભાવ રૂપિયા 3,100 કરવાની ખાતરી પણ આપવામાં આવી છે.


અમિત શાહે શું કહ્યું?


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટેનો ઢંઢેરો જાહેર કર્યો છે. મેનિફેસ્ટો જાહેર કર્યા બાદ અમિત શાહે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં અમે છત્તીસગઢને સૌથી વિકસિત રાજ્ય બનાવીશું. 15 વર્ષની અમારી સરકારે રાજ્યના વિકાસ માટે ઘણા કામ કર્યા હતા. ઘણી યોજનાઓ છત્તીસગઢમાં શરૂ થઈ હતી. પંચાયત ચૂંટણીમાં મહિલાઓને 50 ટકા અનામત આપવાની શરૂઆત છત્તીસગઢથી થઈ છે. તેમજ અમારી સરકારે પાવર સર પ્લસ સ્ટેટ બનાવ્યું છે.અમિત શાહે કહ્યું કે બે વર્ષમાં એક લાખ પોસ્ટ પર નવી સરકારી નોકરીઓનું સર્જન કરવામાં આવશે.


ભાજપના મેનિફેસ્ટોની આ છે મોટી જાહેરાતો


પ્રતિ એકર 21 ક્વિન્ટલ ડાંગરની ખરીદી

મહિલાઓને દર વર્ષે 12000ની સહાય

1 લાખ પોસ્ટ પર સરકારી નોકરી

3100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ડાંગરની ખરીદી

આવાસ માટે 18 લાખની રકમ

સ્ટાન્ડર્ડ બેગ દીઠ રૂ.5500ના દરે તેંદુપત્તાના પાનની ખરીદી.

4500 રૂપિયા સુધીનું બોનસ

ભૂમિહીન ખેતમજૂરોને દર વર્ષે 10,000 રૂપિયા

આયુષ્માન ભારત યોજના હેઠળ 10 લાખ રૂપિયા સુધીની સારવાર

500 નવા જન ઔષધિ કેન્દ્રો ખુલશે

CGPSC પરીક્ષા યુપીએસસીની તર્જ પર હશે

પરીક્ષા કૌભાંડોની CGPSC તપાસ

ઉદ્યોગ ક્રાંતિ યોજના હેઠળ 50 ટકા સબસિડી પર યુવાનોને વ્યાજ વગર લોન

સ્ટેટ કેપિટલ રિજન: 6 લાખ રોજગારીની તકો

રાણી દુર્ગાવતી યોજના: BPLછોકરીઓના જન્મ પર રૂ. 1.50 લાખ

500 રૂપિયામાં ગેસ સિલિન્ડર

કોલેજના વિદ્યાર્થીઓ માટે માસિક મુસાફરી ભથ્થું

ભ્રષ્ટાચાર અંગે ઝીરો ટોલરન્સ નીતિ, ભ્રષ્ટાચાર આયોગની રચના

AIIMSની તર્જ પર દરેક વિભાગમાં CIMS ખુલશે

IITની તર્જ પર દરેક જિલ્લામાં CIT ખુલશે

પંચાયત કક્ષાએ 1.5 લાખ યુવાનોની ભરતી

શક્તિપીઠ યોજના: ચાર ધામ યાત્રાની તર્જ પર 5 શક્તિપીઠોની મુલાકાત

શ્રી રામ લલ્લાના દર્શન



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે