BJPએ પ્રદેશપ્રમુખનો તાજ જગદીશ પંચાલના સિરે પહેરાવ્યો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-10-03 21:26:08

ગુજરાતમાં BJPમાં આતુરતાનો અંત આવ્યો છે. BJPએ નિકોલના MLA અને ગુજરાત સરકારમાં મંત્રી એવા જગદીશ પંચાલને પ્રદેશપ્રમુખના પદે બેસાડ્યા છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને ભાજપમાં પ્રદેશપ્રમુખના પદે પાંચ વર્ષ કરતા વધારેનો સમય થઇ ગયો હતો. આપણે નજર કરીએ જગદીશ પંચાલની રાજકીય કારકિર્દી પર. 

આવો છે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલનો પરિવાર - Gujarati News | Gujarat  BJP state president Jagdish Panchal family tree - Gujarat BJP state  president Jagdish Panchal family tree| TV9 Gujarati

જગદીશ પંચાલ ટેક્સટાઇલ મશીનરીના વેપાર સાથે સંકળાયેલા છે. તેઓ ગુજરાત ભાજપનો મોટો ઓબીસી ચહેરો ગણાય છે. તેમણે 1998માં બુથ ઇન્ચાર્જ તરીકે તેમની રાજકીય સફર શરુ કરી હતી. તેઓ અમદાવાદના નિકોલથી ત્રણ વખત વિધાનસભા માટે ચુંટાઈ આવ્યા હતા. તેઓ અમદાવાદમાં શહેર પ્રમુખ તરીકે 2015થી 2021 સુધી ફરજ બજાવી ચૂક્યા છે. હાલમાં તેઓ ગુજરાત સરકારમાં સહકારિતા મંત્રી સાથે જ અન્ય વિભાગો જેમ કે , લઘુ અને મધ્યમ ઉદ્યોગો, કુટીર, ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગો , મીઠા ઉદ્યોગ, મુદ્રણ અને સ્ટેશનરી, માર્ગ અને મકાન , વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન સાંભળી રહ્યા છે. 

વાત કરીએ ગુજરાતમાં ભાજપના ભૂતકાળના પ્રદેશપ્રમુખોની તો તેમની યાદી આ પ્રમાણે છે. 

હવે એ તો આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વિધાનસભા 2027ની ચૂંટણીઓમાં ખબર પડશે કે , જગદીશ પંચાલ ભાજપને કેટલી સફળતા અપાવી શકે છે.  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.