ગોવા રબારીને પક્ષપલટાનું મળ્યું ઈનામ, ભાજપમાં જોડાયા બાદ ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે વરણી થઈ


  • Published By :
  • Published Date : 2023-07-10 13:38:49

ડીસા કોંગ્રેસના અગ્રણી નેતા અને પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીએ ભગવો ખેસ ધારણ કર્યા બાદ નસીબનું પાદડું ફર્યું છે. કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા ગોવા રબારીને ડીસા માર્કેટ યાર્ડના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે અરજણભાઇ પટેલની વરણી કરવામાં આવી હતી. ભાજપે ગોવાભાઈ રબારીને મેન્ડેડ આપતા ડીસા માર્કેટ યાર્ડના નવા ચેરમેન તરીકે તેઓની વરણી કરવામાં આવી હતી. આ સાથે જ ડીસા માર્કેટયાર્ડમાં દશ વર્ષના વનવાસ બાદ ગોવાભાઈની ફરી એન્ટ્રી થઈ છે. 


ભાજપનું સમર્થન કામ કરી ગયું

 

અત્રે ઉલ્લેખનિય છે કે ગોવાભાઈ રબારી ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન બને તે માટે જિલ્લા ભાજપ પ્રમુખે બેઠકમાં મેન્ડેડનું અનાદર ન કરવા ડીરેક્ટરોને સૂચના આપી હતી. ત્યારે હવે ડીસા માર્કેટયાર્ડની કમાન કોંગ્રેસ સાથે છેડો ફાડી અને ભાજપમાં આવનાર ગોવા રબારીને સોંપવામાં આવી છે. ડીસા માર્કેટ યાર્ડના16 ડિરેક્ટરોએ સર્વાનુમતે ચેરમેન વાઈસ ચેરમેનની વરણી કરી હતી. આ પ્રસંગે ભાજપના જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા,ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી તેમજ ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. ગોવાભાઇ રબારી કોગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ગોવાભાઇ રબારી અગાઉ 15 વર્ષ સુધી માર્કેટ યાર્ડના ચેરમેન રહી ચૂક્યા છે.


કોણ છે ગોવાભાઈ રબારી?


ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડા ગામના રહેવાસી છે. ગોવાભાઈ દેસાઈ માત્ર બનાસકાંઠા જ નહીં પણ સમગ્ર ઉત્તર ગુજરાતમાં રબારી સમાજના અગ્રણી છે. ડીસા અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય ગોવા દેસાઇ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગોવાભાઈ રબારી 35 વર્ષથી કૉંગ્રેસ સાથે જોડાયેલા હતા. તેમણે સાત વખત કૉંગ્રેસમાંથી ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા. ધાનેરામાં 1995માં કૉંગ્રેસમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા હતા. દિયોદરમાંથી ભાજપના ઉમેદવાર સામે તેઓને એક વખત હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ ડીસાથી બે વખત કૉંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડાના રહેવાસી છે. તે સિવાય તેઓ ગામના સરપંચ અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ પણ રહી ચૂક્યા છે.  ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે તેમના પુત્ર સંજય રબારીને હાર મળી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે