કલકત્તા હાઈકોર્ટની પરવાનગી લઈ Sandeshkhali પહોંચ્યા ભાજપના નેતા, પીડિતો સાથે કરી મુલાકાત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-20 14:31:31

છેલ્લા ઘણા દિવસોથી પશ્ચિમ બંગાળનું સંદેશખાલી ચર્ચામાં છે. મહિલાઓ ટીએમસી નેતા શાહજહાં શેખના વિરૂદ્ધમાં પ્રદર્શન માટે રસ્તા પર ઉતર્યા હતા. મહિલાઓએ ટીએમસી નેતા  શાહજહાં શેખ અને તેના સમર્થકો મહિલાઓએ જમીન હડપ વાનો આરોપ લગાવ્યો હતો. ઉપરાંત યૌન શોષણનો પણ આરોપ લગાવ્યો હતો. આ વાત સામે આવતા બીજેપીના નેતાઓએ આ મુદ્દાને મોટા પાયે ઉઠાવ્યો અને પશ્ચિમ બંગાળ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો. અનેક જગ્યાઓથી હિંસાના સમાચારો પણ સામે આવતા રહ્યા. ત્યારે પીડિતાને મળવા જઈ રહેલા બીજેપીના નેતાઓને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. તે બાદ ભાજપના નેતા ધરણા પર બેસી ગયા હતા.. અને માહિતી મળી રહી છે કે ભાજપના નેતાએ સ્થાનિકો સાથે મુલાકાત કરી લીધી છે. 

ભાજપના નેતાને પોલીસે રોક્યા હતા!

પશ્ચિમ બંગાળની રાજનીતિ ગરમાઈ છે. ભાજપ ટીએમસીને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. વિધાનસભામાં ભાજપના ધારાસભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળના સંદેશખાલી વિસ્તાર ચર્ચામાં છે. મહિલા પર અત્યાચારની ઘટનાઓ બની રહી છે તેને કારણે પરિસ્થિતિ વણસી રહી છે. વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે જેને લઈ માહોલ તણાવપૂર્ણ છે. પોલીસબળને તૈનાત કરવામાં આવ્યા છે. કોલકાત્તા હાઈકોર્ટની પરવાનગી લઈ ભાજપના નેતાઓ સંદેશખાલી જઈ રહ્યા હતા પરંતુ તેમને રસ્તામાં રોકી દેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા રોકવામાં આવ્યા બાદ હંગામો શરૂ થઈ ગયો હતો.

કયારે બની હતી ઘટના? 

કોલકાત્તા હાઈકોર્ટે શરતોને આધીન ભાજપના નેતાને ત્યાં જવાની અનુમતિ આપી હતી. હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે બીજેપી નેતા સુવેન્દુ અધિકારી અશાંત ક્ષેત્રમાં કોઈ ભડકાઉ ભાષણ નહીં આપી શકે. મહત્વનું છે કે સંદેશખાલીમાં 9 ફેબ્રુઆરીથી ભારે અરાજકતા જોવા મળી રહી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો 5 જાન્યુઆરીએ ટીએમસી નેતા શાહજહાં શેખને ત્યાં ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તે દિવસથી શાહજહાં શેખ ફરાર છે. તેના ફરાર થયાના અનેક દિવસો બાદ 8 ફેબ્રુઆરીએ સ્થાનિક મહિલાઓ રસ્તા પર ઉતરી વિરોધ કરવા એવા આરોપો સાથે કે શાહજહાં શેખ અને તેના સમર્થકો મહિલાઓનું શોષણ કરી રહ્યા છે. મહત્વનું છે કે આ બાદ પશ્ચિમ બંગાળની મુલાકાત ત્યાંના રાજ્યપાલે પણ લીધી હતી.



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .