ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને લાગી રહ્યું છે કે ભાજપ નેતાના પુત્રો જ ભાજપ નેતાઓના રાજકીય કારકિર્દી પર લાલ ચોકડી મારવા તલપાપડ છે. જૂનાગઢના ભાજપના નેતાએ ગઈકાલે એક યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો ત્યારે આજે અરવલ્લી જિલ્લા પંચાયતના ભાજપના પ્રમુખના પુત્રએ ફાયરિંગ કર્યાના સમાચાર આવી રહ્યા છે.

દશેરા પર ફાયરિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો
અરવલ્લી જિલ્લા પંચાયતના ભાજપના પ્રમુખ લાલસિંહ ચૌહાણના પુત્ર વીરભદ્રસિંહે ફેસબુક પર એક વીડિયો મૂક્યો છે. દશેરાના દિવસે વીરભદ્રસિંહે બંદૂકથી ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો છે. આ વીડિયોમાં ભાજપના નેતાનો પુત્ર શસ્ત્રપૂજાના દિવસે શસ્ત્રથી પોતાની રાજકીય શક્તિનું પ્રદર્શન કરતો જોવા મળી રહ્યો છે.

આવા લોકોની દબંગાઈ ક્યારે બંધ થશે?
આજે વિજયા દશમીનો પાવન પર્વ છે. આજના જ દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કરીને અસત્ય પર સત્યની વિજયને પ્રસ્થાપિત કરી હતી. પરંતુ આવા કળિયુગના કાયદાઓથી ના ચાલતા લોકોની નેતાગીરી કે દાદાગીરી ક્યારે રોકાશે? ભારતીય સંસ્કૃતિમાં પૂજાનું એક આધ્યાત્મિક મહત્વ રહ્યું છે. આજના દિવસે રાજપૂતો પોતાના શસ્ત્રોની પૂજા કરે છે. જી હાં! પૂજા કરે છે.. પરંતુ અહીં તો શસ્ત્રોનું પ્રદર્શન થઈ રહ્યું છે. આવા લોકોને કાયદાનો કોઈ જ ડર નથી હોતો. તેમને એવું હોય છે કે કાયદો તો અમારી પગની પાનીએ છે. આથી આવા પોલીસને લલકારવાના કૃત્યો કરતા ફરતા હોય છે. પોતાની દબંગાઈ અને વર્ચસ્વની મદિરામાં મસ્ત લોકોને કાયદો અને વ્યવસ્થાનો સ્વાદ ચખાડવામાં આવશે કે પિતા ભાજપમાં છે માટે કોઈ કાર્યવાહી નહીં થાય તે હવે જોવાનું રહેશે.
                            
                            





.jpg)








