મતદારને આકર્ષવા માટે BJPના નેતાઓએ અપનાવ્યો ભક્તિનો માર્ગ! Vijapur વિધાનસભાના C J Chavda અને Jairajsinh Parmarએ અનોખી રીતે કર્યો પ્રચાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-05 16:46:18

ગુજરાતમાં લોકસભા બેઠકો માટે તો મતદાન થવાનું છે પરંતુ વિધાનસભાની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાવાની છે... જનતા સુધી પહોચવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવવામાં આવી રહ્યા છે ઉમેદવારો દ્વારા. અવનવા પ્રયોગો કરાઈ રહ્યા છે.. ત્યારે વિજાપુર વિધાનસભાના બીજેપી નેતા સી.જે.ચાવડા અને જયરાજસિંહ પરમાર દ્વારા અનોખો રસ્તો અપનાવવામાં આવ્યો છે. રાત્રે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયે સમગ્ર વિસ્તારના મહિલા ભજન મંડળો બોલાવી સત્સંગનો કાર્યક્રમ યોજ્યો હતો..

મતદાર સાથે જોડાવા અપનાવાય છે અનોખા રસ્તા 

ચૂંટણી વખતે નેતાઓ માટે મતદાર ભગવાન સમાન હોય છે...! મત રૂપી આશીર્વાદ નેતાઓને મળે તેવી આશા તે રાખતા હોય છે.. મતદારને રિઝવવા માટે અવનવા પ્રયોગો કરવામાં આવે છે ઉમેદવાર દ્વારા. પ્રચાર દરમિયાન કોઈ ઉમેદવાર બળદગાડામાં દેખાય છે તો કોઈ વખત ઉમેદવાર ટ્રેક્ટર પર સવાર થયેલો દેખાય છે.. સામાન્ય લોકો સાથે જોડાવાનો પ્રયોગ નેતાઓ કરતા હોય છે.. ત્યારે પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર દ્વારા નવો જ રસ્તો અપનાવવામાં આવ્યો છે.. 




મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયમાં ભજનનો રખાયો કાર્યક્રમ

વિજાપુર વિધાનસભાના બીજેપી નેતા સી.જે.ચાવડા અને જયરાજસિંહ પરમાર દ્વારા અનોખો રસ્તો અપનાવવામાં આવ્યો છે. જ રાત્રે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયે સમગ્ર વિસ્તારના મહિલા ભજન મંડળો બોલાવી સત્સંગનો કાર્યક્રમ યોજ્યો હતો.. મહત્વનું છે કે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે કારણ કે ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે... 




ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે