ભાજપનો દલા તરવાળીની વાડી જેવો હાલ, નેતાઓ પોતાની રીતે જ નક્કી કરી રહ્યા છે ટિકિટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 14:18:44

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે અને અત્યારે તાલુકાથી લઈને ગામો અને વોર્ડથી લઈને શેરીઓમાં એવી ચર્ચાઓ તેજ છે કે ટિકિટ કોને મળવાની છે. જો કે આ રેસમાં કોંગ્રેસ વધારે આગળ નથી,  કારણ કે ભાજપ વધતા ઓછા અંશે પણ નો રિપીટવાળી થીંગડા થિયરી અપનાવી શકે છે. થીંગડા એટલા માટે કે એમાં બાંધછોડ હોઇ શકે છે. એમ તો 60 વર્ષથી ઉપરની ઉંમર અને 3 ટર્મ કરતાં વધુ જીતેલાઓને ટિકિટ ન આપવાની વાતો થાય છે. પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ છે. જે આગ લાગ્યા પહેલા જ ધૂમાડા સ્વરૂપે બહાર આવી રહી છે. એવામાં કોને કાપવા અને કોને લાવવા એ મુંજવણી ભાજપ હાઇકમાન્ડને સતાવી રહી છે. કારણ એ પણ છે કે એ આખું મંત્રીમંડળ જે રૂપાણી સરકારનું હતું શું એમાંથી કોઈને ટિકિટ અપાશે? શું એ બધાને ટિકિટ આપી દેવામાં આવશે? અને જો હા છે તો પણ ડખો... અને જો ના છે તો સમજો ઉકળતો ચરૂ....


પહેલા 

પાટીલે ચાણસ્માના ધારાસભ્યને કહ્યું હથિયારો તૈયાર રાખજો લડવાનું જ છે.

પાટીલે અલ્પેશ ઠાકોરને કહ્યું અલ્પેશ ઠાકોરને રાધનપુરથી જીતાડીશું

કુંવરજી બાવળિયાને કહ્યું તમારે ચિંતા કરવાની જરૂર

રાજકોટમાં મહિલાઓના કાર્યક્રમાં કહ્યું સૌથી વધુ મહિલાઓને ટિકિટ આપીશું


પછી 

પાટીલે કહ્યું ટિકિટ હું નથી આપતો 

ટિકિટ લેવા માટે ભેગા થઇને આવવાની જરૂર નથી

ટિકિટ તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ આપે છે

અમિત શાહ કહે છે કે ઉમેદવારો સ્કાયલેબની જેમ નહીં આવે

પાર્ટીના સૂત્રો કહે છે કે ઉમેદવારોની પસંદગી માટે એજન્સીઓ ગુપ્ત સરવે કરે છે


તો કોનું ચાલશે બહેનના જૂથનું કે અમિત શાહનું? 

હવે માની લો કે પાટીલ અને શાહ જે કહે છે તેમ જ ટિકિટની વહેચણી થવાની છે તો રાજ્યના બે જૂના અને જાણીતા બે ચર્ચિત જૂથોનું શું થશે જેમાં એકમાં પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના વર્તમાન રાજ્યપાલનું છે, અને બીજું જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું છે. આ ચૂંટણીમાં હવે કોનો સિક્કો ફાવશે. રાજકીય સૂત્રો તો એમ પણ કહી રહ્યા છે કે બહેનના એક સમયના ખાસ ગણાતા લોકો પણ હવે તેલ જૂઓ તેલની ધાર જૂઓના ન્યાયે આગળ વધી રહ્યા છે. તેવામાં જો 



જો 60 વર્ષ વર્ષથી વધુના કપાય તો?

તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે ચૂંટણી નહીં લડી શકે

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની પણ ટિકિટ કપાઇ શકે

નાણા અને ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇનું પત્તું કપાઇ શકે 

નોંધ– જો કે પાટીલે આમાં પણ એક વર્ષ પહેલા કહ્યું હતું કે આ નિયમ ધારાસભ્યો માટે નથી


જો તદ્દન નવા ચહેરાઓ લાવવામાં આવે તો?

શિસ્તબદ્ધ અને કેડરબેઝ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં નિર્ણય લેવાયા બાદ એકદમ ખુલ્લીને બહાર આવતો બળવો ભાગ્યે જ જોવા મળે છે. પણ યુદ્ધ, પ્રેમ અને રાજનીતિમાં બધું જ સ્વીકાર્ય છે. એ જ ન્યાય સાથે પાર્ટી કોઇ પણ વિધાનસભા ક્ષેત્રમાં નવો ચહેરો પણ મેદાને ઉતારે છે તો ભાજપની સુરક્ષિત ગણાતી બેઠક પર બહુ લાંબી તકલીફ પડે એમ લાગતું નથી. પણ સિનિયરોની નારાજગીને ખાળવા ભાજપ કોઇ નવી રણનીતિ લાવશે એમાં કોઇ બે મત નથી. જેમ કે તાજેતરમાં જ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને બે રાજ્યોના પ્રભારી બનાવી દેવામાં આવ્યા. પરંતુ પાર્ટીમાં જ રહીને પાર્ટીને નુકસાન કરવાની ફોર્મ્યુલા પણ ગુજરાતમાં જૂની છે અને હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર જેવા બોલકા નેતાઓ તો ભાજપની સાથે છે એટલું જ પુરતું છે. એમને ટિકિટ આપવી જ પડે તેવી મજબૂરી હવે ભાજપની નથી રહી પરંતુ ભાજપ કોને ટિકિટ આપશે તે જોવાનું પણ એટલું જ રસપ્રદ રહેશે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .