BJPના MLAને કરવો પડ્યો ક્ષત્રિય સમાજના લોકોના વિરોધનો સામનો, ધારાસભ્ય Jagdish Makwanaની ગાડીને રોકી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-06 18:26:37

રૂપાલાની ટિપ્પણી બાદ ભાજપે ક્ષત્રિયોના મનામણાં માટે આકાશ પાતાળ એક કર્યા બાદ પણ હજુ મેળ પડયો નથી. ડેમેજ કંટ્રોલનો તો જાણે ફિયાસ્કો થયો છે.ભાજપના નેતાઓ સામે ક્ષત્રિય સમાજના યુવાનો ભરપુર વિરોધ કરી રહ્યાં છે.. દેવુસિંહ ચૌહાણ હોય પૂનમબેન માડમ હોય, હાર્દિક પટેલ હોય કે ઓપરેશન લોટસના કેપ્ટન ભરત બોઘરા કેમ ન હોય... હવે ભાજપના અન્ય એક ધારાસભ્યનો પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે...

અનેક નેતાઓનો ક્ષત્રિય સમાજના લોકોએ કર્યો છે વિરોધ

ગુજરાતમાં આવતીકાલે લોકસભા ચૂંટણી યોજાવાની છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ અનેક જગ્યાઓ પર થયો છે. ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો છે. પ્રચાર માટે જ્યારે પણ નેતા કે ઉમેદવાર જાય છે ત્યારે ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવે છે.. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું... 


ક્યાં થયો વિરોધ?

દેદાદરાથી તેમને આગળ જવાનું હતું પણ ક્ષત્રિય સમાજના યુવાનોનું માનવુ હતું કે તેઓ પ્રચાર માટે જઈ રહ્યાં છે... અને તેમની ગાડી પાછી વાળવી પડી યુવાનોએ રુપાલા હાય હાયના નારા લગાવ્યા હતા.. એ દરમિયાન તેમણે વીડિયો બનતો હતો તે મોબાઈલ ઝૂંટવાનો પણ પ્રયાસ કર્યો. મારે અંગત કામથી જવુ છે. તમે બાઈક લઈ લો અને જોઈ લો પણ યુવાનોએ કહ્યું ના તમે પાછા વળી જાઓ..



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.