ભાજપના ધારાસભ્યો વિધાનસભામાં એકનો એક સવાલ અનેક વખત પૂછી રહ્યા છે? આ રહ્યું જમાવટનું એનાલિસીસ


  • Published By :
  • Published Date : 2023-03-28 16:14:39

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત થઈ છે, પાર્ટીએ સમગ્ર રાજ્યમાં 156 સીટો મેળવી છે. જો કે ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોનું જે પર્ફોરમ્સ તે જાણીને દુ:ખદ આશ્ચર્ય થઈ રહ્યું છે. હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. તેમાં ભાજપના ધારાસભ્યોએ જે સવાલો પુછ્યા તેનું જમાવટે ઝીટવટપૂર્વક એનાલિસીસ કર્યું તો જાણવા મળ્યું કે ભાજપના ધારાસભ્યો એકનો એક સવાલ અનેક વખત પૂછતા જાણવા મળ્યા છે. તા. 27 માર્ચે વિધાનસભાની પ્રશ્નોત્તરી પર એક નજર કરીએ તો ધારાસભ્યો જાણે સ્ક્રિપ્ટેડ સવાલ પૂછતા હોય તેવું પ્રથમ દ્રષ્ટીએ જાણવા મળે છે. અહીં અમે તમને અનેક વખત પૂછાયેલા તારાકિંત સવાલો અને ધારાસભ્યોના નામ સાથે જણાવીએ છીએ. આ સત્ય જાણીને તમે પણ ચોંકી જશો. 


સવાલ-2937


મહેસાણાના ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલ


તેમણે સવાલ કર્યો કે ગુજરાતમાં કેટલા સોલાર પાર્ક છે અને કેટલી સ્થાપિત ક્ષમતાના પ્રોજેક્ટ કાર્યરત છે. આ સોલાર પાર્ક ક્યા આવેલા છે અને તેમાં કેટલું વીજ ઉત્પાદન થાય છે?


સવાલ-2990


હવે આ જ સવાલ ભાજપના અમદાવાદની મણીનગર સીટના ધારાસભ્ય અમુલ ભટ્ટે પણ પુછ્યો છે.


સવાલ-2938


જેતપુરના ભાજપના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા


જયંતિભાઈ રાઠવાએ વિધાનસભામાં સવાલ કર્યો કે છેલ્લા બે વર્ષમાં છોટા ઉદેપુર જિલ્લામાં કુટિર જ્યોતિ યોજના હેઠળ કેટલા લાભાર્થીઓને ઘર વપરાશ માટે વીજ જોડાણ આપવામાં આવ્યા, અને તેની પાછળ કેટલો ખર્ચ થયો?


સવાલ-2997


હવે આ જ સવાલ સંખેડાના ભાજપના ધારાસભ્ય અભેસિંહ તડવીએ પણ કર્યો હતો.


સવાલ-2933


ભાવનગર પૂર્વના ભાજપના ધારાસભ્ય સેજલ બેન પંડ્યા


ભાવનગર પૂર્વના ભાજપના ધારાસભ્ય સેજલ બેન પંડ્યાએ ભાવનગર જિલ્લામાં સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજના અંતર્ગત કેટલા કિં.મી જર્જરીત વીજ વાયર અને થાંભલા બદલવામાં આવ્યા, અને તે પાછળ કેટલો ખર્ચ થયો છે?


સવાલ-2985


આ જ સવાલ આબેહુબ મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે પણ પુછ્યો હતો.


સવાલ-2929


ભાજપના ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી


ભાજપના ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ સવાલ કર્યો કે અમદાવાદ જિલ્લામાં કેટલા નવા વીજ સબ સ્ટેશન કાર્યાન્વિત કરવામાં આવ્યા અને તેની પાછળ કેટલો ખર્ચ થયો?


સવાલ-2928


સાણંદના ભાજપના ધારાસભ્ય કનુભાઈ પટેલ
નરોડા સીટના એમએલએ પાયલ કુકરાણી


સાણંદના ભાજપના ધારાસભ્ય કનુભાઈ પટેલ તથા ભાજપના અન્ય એક ધારાસભ્ય નરોડા સીટના એમએલએ પાયલ કુકરાણીએ પણ કર્યો છે તેમનો તારાંકિત સવાલનો ક્રમ 2922 છે.


સવાલ-2913


ભાજપના અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા


ભાજપના અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાએ સવાલ કર્યો કે અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં અનુસુચિત જાતિ (એસ.સી)ના લાભાર્થીઓને કૃષિ વિષયક જોડાણ આપવા માટેની યોજના હેઠળ કેટલા નવા કૃષિ વિષય વીજ જોડાણો આપવામાં આવ્યા અને તેની પાછળ કેટલો ખર્ચ થયો?


સવાલ-2914 


હવે આ જ સવાલ ભાજપના અમરાઈવાડી સીટના ધારાસભ્ય ડો. હસમુખ પટેલે પણ પુછ્યો હતો.


સવાલ- 2911


કરંજ સીટના ભાજપના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારી


સુરતની કરંજ સીટના ભાજપના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીએ સવાલ પુછ્યો કે 31-12-2022ની સ્થિતીએ પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીમાં વર્કચાર્જ કર્મચારીઓના જીપીએફના આખરી ચૂકવણાની કેટલી અરજી પડતર છે, તથા તે અરજીઓનો નિકાલ ક્યાં સુધી કરવામાં આવશે, અને અરજીઓ પડતર રહેવાના કારણો શા માટે?


સવાલ-2912


હવે આજ સવાલ ભાજપના અન્ય એક ધારાસભ્ય ગાંધીનગર ઉત્તર સીટના એમએલએ રીટાબેન પટેલે પણ કર્યો હતો.


ભરોસાની ભાજપ


અમે ઉપર જણાવેલા સવાલો તો માત્ર એક ઝાંખી છે, આવા તો અનેક સવાલો અનેક વખત પુનરાવર્તીત કરીને ભાજપના ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવ્યા છે. હવે સવાલ એ થાય છે કે શું ભાજપે આટલી જંગી બહુમતી જનતાએ આ માટે આપી હતી? ભાજપના ધારાસભ્યોને તેમના મત વિસ્તાર કરતા અન્ય જિલ્લાના સવાલો શા માટે પૂછી રહ્યા છે. શું તેમના વિધાનસભા વિસ્તારની કોઈ સમસ્યાઓ જ નથી? ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો એકના એક સવાલો અનેક વખત પુછીને શું સાબિત કરવા માગે છે?



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.