બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 17:46:18

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભાજપ તેમજ આપે ચૂંટણી પ્રચાર કરવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે કોંગ્રસે પણ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો. આ બધા વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જે.પી નડ્ડા બાદ વડાપ્રધાન મોદી તેમજ અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે આવવાના છે.

BJP National President - JP Nadda To Visit Tripura On August 28; CM Calls  High-Level Meeting On August 21

અનેક કાર્યક્રમોમાં જે.પી.નડ્ડા રહેશે ઉપસ્થિત

2022ના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ઈલેક્શનને ઘણો ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે પોતાના મતદારોને રિઝવવા દરેક પાર્ટી પ્રયાસ કરી રહી છે. એક બાદ એક અનેક પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં પ્રવાસ કરી માહોલ બનાવી રહ્યા છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 20 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે યોજાનારા વિરાંજલિ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. ઉપરાંત ગુજરાત પ્રદેશ કિસાન મોરચા દ્વારા યોજાનાર નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 21 સપ્ટેમ્બરના રોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ મોરચાના પ્રમુખો સાથે બેઠક કરવાના છે. ઉપરાંત પ્રોફેસર સમિટ અને મેયર સમિટના સમાપન સત્રમાં પણ ઉપસ્થિત રહેવાના છે. તેમજ તેમના પ્રવાસ દરમિયાન ભવ્ય રોડ-શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ રોડ-શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,સી.આર.પાટીલ તેમજ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેવાના છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે