BJPને હવે ચૂંટણીમાં પાંચ લાખની લીડ ભૂલાઈ? હવે ફોક્સ છે માત્ર જંગી જીત પર! જાણો વિગતવાર.. Loksabha Election 2024


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-06 13:51:25

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 151 સીટ પરના વિજય બાદ લોકસભાની ચૂંટણીમાં દરેક બેઠકો પર પાંચ લાખની લીડથી જીતવાનું લક્ષ્ય બહુ પહેલાથી જ કાર્યકરો સામે મુકી દીધું હતું...લોકસભાની ચૂંટણી જાહેર થાય ત્યાં સુધી પાંચ લાખની લીડના શબ્દો ગુંજતા હતા.. પરંતુ ત્યાર પછી તરત જ ભાજપની આંતરિક જૂથબંધીના કારણે જે વિરોધ ફાટી નીકળ્યો અને રુપાલાની ટિપ્પણીથી ક્ષત્રિય સમાજનો વિરોધ સામે આવ્યો ત્યારથી ઘણીબધી બેઠકો પર ભાજપ માટે પડકાર છે. હવે ભાજપના નેતાઓ પાંચ લાખની લીડ એવું પોતાના ભાષણમાં બોલતા નથી... 


જંગી બહુમતીથી જીતાડવાની વાત કરાતી હતી.. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાની સભામાં ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવાની વાત કરે છે પરંતુ, હવે પાટીલ પણ પોતાના પ્રવચનમાં આ લીડની વાત દબાતા સ્વરે જ કરે છે. થોડા દિવસ પહેલા સાબરકાંઠામાં યોજાયેલા સહકાર સંમેલનમાં જ પાટીલે સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને કહ્યું કે આ ચૂંટણીમાં જો તમારા વિસ્તારના ઉમેદવારને પાંચ લાખની લીડ મળવામાં ઓટ આવે એમ હોય તો તે તમે પૂરી કરી આપજો.. ભાજપના નેતાઓ જ હવે માને છે કે વર્તમાન સ્થિતિમાં ભાજપના ઉમેદવારો માટે લીડ કરતા જીત મહત્વની થઈ ગઈ છે.... 


ઘર ઘર સુધી નથી કરી શક્યા પ્રચાર 

ઘણી જગ્યાઓ પર જ્ઞાતિઓના કારણે અને કેટલીક બેઠકો પર આંતરિક મુદ્દાઓના કારણે આ સ્થિતિ ઉભી થઈ છે... થોડા સમય પહેલા ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાત આવ્યા હતા, તેમણે પણ કાર્યકરો અહીં ખાસ લોકસંપર્ક કરી શક્યા નથી. અને ઉમેદવારોનો પ્રચાર ઘર-ઘર સુધી થઈ શક્યો નથી. તે મામલે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે એ બાબતે પણ શંકા વ્યક્ત કરી હતી કે, મતદાન નીચું જાય તો ભાજપ માટે સ્થિતિ વિકટ બની જશે.... 


પીએમ મોદી કહ્યું કે તમે તમારો મત ઉમેદવારને નહીં પરંતુ.... 

ભાજપ ગુજરાતની દરેક બેઠક પર વિજય માટે જે-તે ઉમેદવારને બદલે મોદીનો ચહેરો જ આગળ ધરે છે. સ્વંય મોદી પણ બે દિવસ ગુજરાતની પ્રચારસભામાં બોલતા રહ્યાં કે તમે તમારો મત અહીંના ઉમેદવારને આપશો તો એ મત સીધો મને મળશે.પાંચ લાખ જેટલી મોટી લીડ મેળવવા માટે પક્ષ કે તેના નેતાની સાથે ઉમેદવારની પોતાની છબી પણ એટલી જ જરુરી હોય છે...  હવે સવાલ છે પાંચ લાખની લીડનો તો કઈ બેઠકો પર ભાજપને પાંચ લાખથી વધારે લીડ મળી હતી... 


વડોદરામાં નવા ચહેરાને આપવામાં આવ્યો મોકો

સુરતની બેઠક પર ભાજપને 5.48 લાખની લીડ મળી હતી જે આ વખતે બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. ગાંધીનગરની બેઠક પર 5.57 લાખની લીડ મળી હતી. વડોદરામાં 5.89 લાખની લીડ મળી હતી. પણ આ વખતે વડોદરામાં આંતરિક કલહ ચરમસીમા પર હતો અને નવોદિત ચહેરા ડૉ હેમાંગ જોશીનો પણ ક્યાંક વિરોધ થયો હતો. નવસારીમાં 6.86 લાખની લીડ મળી હતી... તો ત્યાં એકતરફી ચિત્ર દેખાય રહ્યું છે... 


હવે વાત કરીએ ભાજપની 3 લાખથી વધુ લીડ ધરાવતી બેઠકો વિશે તો 

પંચમહાલ 4.28 લાખ 

વલસાડ 3.53 લાખની લીડ 

ભરુચ 3.34 લાખ લીડ 

છોટાઉદેપુરમાં 3.77 લાખની લીડ 

ખેડામાં 3.67 લાખની લીડ 

રાજકોટમાં 3.68 લાખની લીડ 

અમદાવાદ પૂર્વમાં 4.34 લાખની લીડ 

બનાસકાંઠામાં 3.68 લાખની લીડ 

કચ્છમાં 3.05 લાખની લીડ


કોને મળશે સૌથી વધારે લીડ તેની પર નજર કારણ કે... 

વલસાડ, ભરુચ, બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવારો ટફ ફાઈટ આપી રહ્યાં છે. તો રાજકોટમાં પણ ફાઈટ ટફ છે અને ક્ષત્રિયો રુપાલાના હવે તો ભાજપના વિરોધમાં છે એટલે ભાજપને લીડમાં ફરક પડી શકે છે....  બીજો સવાલ હવે એ થાય કે પાંચ લાખની લીડની વાત છે તો અમિત શાહ કે સી.આર.પાટીલ કોને પાંચ લાખથી વધારે લીડ મળશે... તો  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે અને તેમણે કાર્યકરોને 10 લાખની લીડનો લક્ષ્યાંક આપ્યો છે. આ તરફ પાટીલની નવસારી બેઠક પર સૌથી વધુ 22 લાખ ઉપરાંત મતદાતાઓ છે. તેથી તેઓ આ વખતે ગઈ ચૂંટણીમાં મળેલી 6.86 લાખની લીડ કરતાં વધુ મતે વિજેત બનવા માંગે છે. આ સંજોગોમાં શાહ અને પાટીલમાંથી સૌથી વધુ કોને લીડ મળે છે તે જોવુ રસપ્રદ રહેશે...     

 



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.