BJPએ Rahul Gandhi-Priyanka gandhiનાં સંબંધો પર ઉઠાવ્યાં સવાલો! જુઓ BJPએ શેર કરેલો વીડિયો જેમાં બતાવવામાં આવ્યું છે કે....


  • Published By :
  • Published Date : 2023-09-04 14:24:52

કહેવાય છે પ્યાર ઔર જંગ મેં સબ જાઇઝ હે.. આ વાત પ્રેમ અને જંગ માટે કહેવામાં આવે છે પરંતુ જ્યારે રાજનીતિની વાત  આવે ત્યારે કદાચ આ બધુ ભૂલાઈ જતું હોય છે. આ વાત ભાજપ દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોને જોઈને કહી રહ્યા છીએ. ભાઈ બહેનનો સબંધ એટલે પ્રેમનો સબંધ કહેવાય પણ જ્યાં રાજનીતિ આવે ત્યાં પક્ષો કટાક્ષ કરવામાં અને એકબીજાને નીચા પાડવામાં કોઈ પણ હદ વટાવી શકે છે. બીજેપીએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના સબંધો પર કટાક્ષ કર્યો છે.  

રાહુલ ગાંધી અને પ્રિયંકા વચ્ચેનો સંબંધ સામાન્ય ભાઈ-બહેન જેવો નથી!

ભાજપે રાહુલ અને પ્રિયંકા ગાંધી વચ્ચેના સંબંધો પર કટાક્ષ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા વચ્ચેનો સંબંધ સામાન્ય ભાઈ-બહેન જેવો નથી. પ્રિયંકા રાહુલ કરતાં વધુ ચતૂર છે, પરંતુ પાર્ટી રાહુલના ઈશારે નાચી રહી છે, સોનિયા ગાંધી પણ સંપૂર્ણપણે રાહુલની સાથે છે. અહંકારી ગઠબંધનની બેઠકમાંથી પ્રિયંકાનું ગાયબ થવું, કારણ વગરનું નથી. બહેનનો ઉપયોગ માત્ર ચૂંટણી પ્રચાર માટે કરવામાં આવી રહ્યો છે. પ્રિયંકા ગાંધીનો ઉપયોગ પક્ષમાં માત્ર ચૂંટણી પ્રચાર માટે કરવામાં આવી રહ્યો છે. તેમણે કર્ણાટક-હિમાચલમાં 28થી વધુ રેલીઓ કરી છતાં જીતનો શ્રેય રાહુલને જ જાય છે.


બહેનનો ઉપયોગ માત્ર ચૂંટણી પ્રચાર માટે કરવામાં આવે છે - ભાજપનો કટાક્ષ

હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર મૂકીને બીજેપી એક ટેકનિક અપનાવી રહી છે કે ફૂટ પાડો અને રાજ કરો. આ વીડિયો ઘણા બધા સવાલ પણ ઊભા કરી રહ્યું છે. આ ટ્વીટમાં ઘણા મુદ્દાઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. જેમાં સૌથી મહત્વનું છે એ છે બહેનનો ઉપયોગ માત્ર ચૂંટણી માટે થાય છે. પ્રિયંકાએ કર્ણાટક અને હિમાચલમાં 28થી વધુ રેલીઓ કરી અને પાર્ટીની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી છતાં જીતનો શ્રેય રાહુલને આપવામાં આવે છે.


જો પ્રિયંકા ગાંધીને તક મળશે તો...

વીડિયોમાં બીજી એક વાત કરવામાં આવી છે એ છે કે  રાહુલ અને પ્રિયંકા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. માતા સોનિયા અને રાહુલ જાણે છે કે જો પ્રિયંકા ગાંધીને રાજકારણમાં તક મળશે તો પાર્ટીના તમામ લોકો તેમની પડખે રહેશે. એટલે તેને તક આપવામાં નથી આવી રહી. બીજી સૌથી મોટી વાત અને એવી વાત જેના પર ભાગ્યેજ કોઈની નજર ગઈ હશે કે પ્રિયંકાએ 1989ની લોકસભા ચૂંટણી દરમિયાન અમેઠીમાં પિતા રાજીવ ગાંધી માટે પ્રચાર કર્યો હતો. હવે આ સમયે તે તેના ભાઈ માટે પ્રચાર કરે છે. રાહુલ તો પાર્ટીના અધ્યક્ષ પણ બની ગયા છે અને વડાપ્રધાન પદ માટે ચૂંટણી લડવાનું સપનું જોઈ રહ્યા છે, પરંતુ પ્રિયંકા એ જ સ્થાને છે જે તે પહેલા હતા. 


કોંગ્રેસના નેતાએ આ મામલે આપ્યો જવાબ 

ભાજપના આ દાવાઓને ફગાવી દેતા કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનાતે કહ્યું કે તમામ પરિવારો ભાજપ માટે સમાન નથી. હાથમાં રાખડી બાંધતા રાહુલ ગાંધીનો ફોટો ટ્વીટ કરીને તેમણે લખ્યું, 'તમારી આંખો અને મન બંનેની સારવાર કરાવો. રક્ષાબંધનના દિવસે રાહુલજીએ રાખડી બાંધી હતી. જો કે, તે આખું વર્ષ રાખડી બાંધે છે. ત્યારે સવાલ એ છે કે રાજનીતિમાં કોઈ પણના પરિવારના સબંધો પર આંગળી ચીંધવાનું ક્યાં આવે છે? અને એ પણ ભાઈ બહેનના સબંધો પર ખેર આ રાજનીતિ છે આમાં કઈ પણ થઈ શકે છે. 



સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.

ગુજરાતમાં આગામી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓને લઇને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ વિવિધ પ્રશ્નોને લઇને વિધાનસભાનો ઘેરાવ કરવાની છે. નલ સે જલ અને મનરેગા કૌભાંડને લઇને કોંગ્રેસ આક્રમક દેખાઈ રહી છે. આ પહેલા , કોંગ્રેસ ગુજરાતમાં વોટર અધિકારી યાત્રા કાઢવા જઈ રહી છે. આ બાબતે , ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલિટિકલ અફેર્સની બેઠક યોજાઈ હતી .

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.