આજે Himachal Pradeshમાં યોજાયો BJPનો ભરતી મેળો, કોંગ્રેસ સામે બળવો કરનારા ધારાસભ્યો સત્તાવાર રીતે થયા ભાજપના...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-23 14:40:59

હિમાચલ પ્રદેશમાં થોડા સમય પહેલા વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. વિધાનસભા ચૂંટણીમાં કોગ્રેસની જીત થઈ હતી અને ભાજપને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ક્રોસ વોટિંગને કારણે અનેક વખત હિમાચલ પ્રદેશની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આજે ફરી એક વખત ત્યાંની ચર્ચા થઈ રહી છે કારણ કે 3 ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ધારાસભ્યોએ પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે જેને કારણે એવી ચર્ચાઓ થઈ રહી છે કે ધારાસભ્યો ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે અને એવું જ થયું. કોંગ્રેસના 6 બાગી ધારાસભ્યો તેમજ 3 પૂર્વ અપક્ષ ધારાસભ્યોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો છે. 

હિમાચલ પ્રદેશમાં આવ્યો રાજકીય ભૂકંપ  

દેશના રાજકારણમાં ઉથલ પાથલ જોવા મળી રહી છે. અનેક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે. ગુજરાતમાં પણ અનેક ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે ત્યારે હિમાચલ પ્રદેશના રાજકારણમાં પણ ભૂકંપ આવ્યા છે. ત્રણ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. નાલાગઢથી કૃષ્ણલાલ ઠાકુર, દેહરાથી હોશિયાર સિંહ અને હમીરપુરથી આશિષ શર્માએ પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ગમે ત્યારે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. ધારાસભ્યોના રાજીનામા બાદ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહે પ્રતિક્રિયા આપી છે. ત્રણ અપક્ષ ધારાસભ્યોના રાજીનામા અંગે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ કહ્યું હતું કે આઝાદ જીત્યા પછી આવેલા ધારાસભ્યોએ પોતાનું સન્માન ગીરવે મૂક્યું હતું કે પછી તેમના પર દબાણ વધારે પડતું હતું તે તપાસનો વિષય છે.   

6 બળવા ખોર ધારાસભ્યોએ ધારણ કર્યો કેસરિયો

કોંગ્રેસના છ બળવાખોર ધારાસભ્યો - સુધીર શર્મા, રવિ ઠાકુર, રાજીન્દર રાણા, ઈન્દર દત્ત લખનપાલ, ચેતન્ય શર્મા અને દેવિન્દર કુમાર ભુટ્ટો - 29 ફેબ્રુઆરીએ ગૃહમાં હાજર રહેવા અને તરફેણમાં મતદાન કરવા માટે પક્ષના વ્હીપને અવગણવા બદલ વિધાનસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. ત્યારે કોંગ્રેસના 6 બાગી ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે.  મહત્વનું છે કે 3 અપક્ષ ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે અને તેઓ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું એટલે ત્યાં પેટા ચૂંટણી યોજાવાની છે. પહેલા આ આંકડો 6નો હતો પરંતુ હવે તે 9નો થઈ ગયો છે. 


જ્યાં ભાજપ નથી જીતતી ત્યાં ભાજપ સરકાર બનાવે છે..!

ભાજપ સામ, દામ, દંડ અને ભેદની રાજનીતિ કરવામાં માહિર છે તેવું કહીએ તો અતિશયોક્તિ ના કહેવાય. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં આપણે જોયું છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતે છે અને હારે છે તો સરકાર બનાવે છે. હિમાચલ પ્રદેશ વિધાનસભાની સંખ્યા 68 છે. બહુમતી માટે 35નો આંકડો હોવો જરૂરી છે. કોંગ્રેસ પાસે 40 ધારાસભ્યો હતા. પરંતુ છ બળવાખોર ધારાસભ્યો વિરૂદ્ધ કાયદાકીય પગલા લેવામાં આવ્યા હતા. જેને કારણે કોંગ્રેસ નંબર ગેમમાં 40થી ઘટીને 34 પર આવી ગઈ છે, જે બહુમતી માટે જરૂરી આંકડા કરતા એક ઓછી છે. પરંતુ બળવાખોર ધારાસભ્યોને સભ્યપદેથી અયોગ્ય ઠેરવ્યા બાદ હવે વિધાનસભાની સંખ્યા 62 થઈ ગઈ છે. આવી સ્થિતિમાં બહુમત માટે જરૂરી આંકડો હવે 32 થઈ ગયો છે. મહત્વનું છે કે આ ભરતી મેળાનો ફાયદો ભાજપને નહીં થાય કારણ કે બળવો કરનાર ધારાસભ્યને હિમાચલ પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષે સસ્પેન્ડ કરી દીધા હતા અને 3 અપક્ષ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસનું સંખ્યાબળ ઘટ્યું પરંતુ ભાજપના સંખ્યાબળ પર કોઈ ફરક નહીં આવે.! 



પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે અને આ બધા વચ્ચે જામનગર પહોંચ્યા હતા જીજ્ઞેશ મેવાણી. ઉપવાસ કરી રહેલી મહિલાઓને તેમણે પારણા કરાવ્યા હતા.

ગુજરાતમાં થોડા વર્ષો પહેલા પાટીદાર અનામત આંદોલન થયું હતું. સરકાર સામે આંદોલન શરૂ કરવા વાળા અનેક નેતાઓ રાજકીય પાર્ટીમાં જોડાઈ ગયા છે.. કોઈ ભાજપમાં તો કોઈ બીજી અન્ય પાર્ટીમાં જોડાઈ ગયા છે...

વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...