’નમો કિસાન પંચાયત’ ઇલેક્ટ્રિક બાઇક દ્વારા ખેડૂતોને આકર્ષવા ભાજપનો પ્રયાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 14:07:36

ગુજરાતમાં પ્રચાર કરવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે. મતદારોને રિઝવવા તેમજ આકર્ષવા ભાજપ અનેક પ્રયાસ કરી રહી છે. ભાજપ પ્રચાર માટે એકદમ પ્રખ્યાત છે. પોતાના પ્રચાર માટે ભાજપ કરોડો રૂપિયા ખર્ચી નાખે છે. આ વખતે પણ વિધાનસભા ચૂંટણી પાછળ ભાજપ કરોડો રૂપિયા ખર્ચી રહ્યું છે. ગૌરવ યાત્રાની સાથે સાથે ભાજપે LED રથની પણ શરૂઆત કરી છે ત્યારે ગામડાના લોકો સુધી તેમજ ખેડૂતો સુધી પોતાના કાર્યોને પહોંચાડવા ભાજપે નમો કિસાન પંચાયત ઈલેક્ટ્રિક બાઈકની શરૂઆત કરી છે. જેમાં ઈલેક્ટ્રિક બાઈકને ભગવા રંગમાં રંગી દેવામાં આવી છે ઉપરાંત વડાપ્રધાન મોદીનો ફોટો તેમજ LED સ્ક્રીન લગાડવામાં આવી છે. આ પ્રચારના માધ્યમથી ખેડૂતો સુધી સરકારે કરેલા કામો અને વિવિધ યોજનાની જાણકારી આપવામાં આવશે. 

LED રથ બાદ ઈલેક્ટ્રિક બાઈકની કરી શરૂઆત    

ગામડાઓના લોકો સુધી પહોંચવા ભાજપ પ્રયાસ કરી રહી છે. પ્રચાર કરવા માટે એક પણ જગ્યા અને એક પણ મોકો ભાજપ બાકી રાખવા નથી માગતું. આને ધ્યાનમાં રાખી ભાજપે નમો કિશાન પંચાતય ઈલેક્ટ્રિક બાઈકની શરૂઆત કરી છે. જેમાં બાઈક પર ભગવા રંગના કમળ તેમજ નરેન્દ્ર મોદીના ફોટા સાથે તૈયાર કરવામાં આવી છે. ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ઇલેક્ટ્રિક બાઇક ગ્રામ્ય વિસ્તારમાં ભાજપનો પ્રચાર કરશે . આનો વિશેષ ઉપયોગ ખેડૂતોને રીઝવવા માટે કરવામાં આવી રહ્યો છે. બાઇકમાં LED સ્ક્રીન લગાડી છે, જેમાં સરકારની વિવિધ યોજનાઓની શોર્ટ ફિલ્મ દેખાડવામાં આવી રહી છે. 

ઇ-બાઇકને આખી કેસરી રંગથી રંગી દેવામાં આવી.

ખેડૂતોને રીઝવવાનો કરાશે પ્રયાસ

ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવેલી ઈ-બાઈક રાજ્યના 33 જિલ્લાઓમાં ફરશે. આ બાઈક પર પાછળના ભાગમાં LED લગાડવામા આવી છે જેમાં ભાજપ દ્વારા કરવામાં  આવેલી કામગીરી અને વિકાસના કામો બતાવવામાં આવશે. વિવિધ સરકારી યોજનાઓ તેમજ ડબલ એન્જીનની સરકાર દ્વારા કરવામાં આવેલા કામો વિશે લોકોને અને તેમાં પણ મુખ્યત્વે ખેડૂતોને આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.       

In Photos: ગુજરાતમાં ભાજપે શરૂ કર્યો ડિજિટલ પ્રચાર, જાણીને અક્કલ પણ નહીં કરે કામ, જુઓ તસવીરો

ભાજપ દ્વારા 1800 કાર્યકર્તાને તાલીમ આપવામાં આવી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે