બીજા તબક્કાની ચૂંટણી પહેલા મતદારોને આકર્ષવા ભાજપનો પ્રયાસ


  • Published By :
  • Published Date : 2022-12-02 09:58:58

ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. ત્યારે બીજા તબક્કા માટેનું મતદાન થાય તે પહેલા દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરવામાં લાગી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રચારના મેદાનમાં ઉતરી ગયા છે. અમદાવાદ ખાતે તેમણે ગુરૂવારે ભવ્ય રોડ શો કર્યો હતો ત્યારે આજે એટલે કે બીજી ડિસેમ્બરના રોજ પણ તેઓ ચૂંટણી પ્રચાર કરવાના છે. અમિત શાહ પણ ગુજરાતમાં રહી પ્રચારની કમાન સંભાળી રહ્યા છે. આજે અનેક સ્થળો પર જનસભાઓ સંબોધવાના છે.  

Image

મોદી-શાહ ગુજરાતમાં કરશે પ્રચાર 

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું હતું. પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરના રોજ મતદાન પૂર્ણ થઈ ગયું છે. જ્યારે બીજા તબક્કાનું મતદાન પાંચમી તારીખે થવાનું છે. આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના પ્રચારમાં લાગી ગઈ છે. દરેક પાર્ટીએ પોતાના સ્ટાર પ્રચારકોને પ્રચાર માટે મેદાનમાં ઉતારી દીધા છે. ત્યારે ભાજપે સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી હોય તેમ લાગી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી સહિતના નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. 

Image

અનેક સ્થળો પર યોજાશે જનસભા

પ્રચાર કરવા વડાપ્રધાન અનેક ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે ચૂંટણી પહેલા પીએમ 1લી અને 2જી ડિસેમ્બરમાં બીજા તબક્કાની બેઠકો માટે પ્રચાર કરી રહ્યા છે. ત્યારે પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી કારંજમાં જનસભા યોજવાના છે. ઉપરાંત પાટણ, સોજિત્રા તેમજ અમદાવાદમાં પણ તેઓ જનસભા યોજી મતદારોને આકર્ષવા પ્રયાસ કરવાના છે. અમિત શાહ પણ મહેસાણામાં, વડોદરામાં તેમજ અમદાવાદમાં જનસભા કરવાના છે. ત્યારે પાર્ટી દ્વારા કરવામાં આવતો આ પ્રચાર મતદારોને આકર્ષવા સફળ થશે કે નહીં તે આઠમી ડિસેમ્બરના રોજ ખબર પડશે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.