Mehsanaમાં BJPના C.J.Chavda અને હરિભાઈ પટેલ ભુવાજીના શરણે પહોંચ્યા, ભુવાજીએ આશીર્વાદ આપતા કહ્યું કે દેશમાં ભાજપને...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-24 10:43:47

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ તેમ પ્રચારનો દોર તો જોવા મળે છે પરંતુ પ્રચારની સાથે સાથે ઉમેદવારો ભુવાજીના શરણે જતા પણ જોવા મળે છે... ભુવાજીની ભવિષ્યવાણી સાંભળવા માટે નેતાઓ ભૂવાજી પાસે જાય છે. ભૂવાજીના શરણે અનેક ઉમેદવારોને જોયા છે ત્યારે ભાજપના ઉમેદવાર સી.જે.ચાવડા અને મહેસાણાના ભાજપના ઉમેદવાર આશીર્વાદ લેવા માટે ભુવાજીના શરણે ગયા હતા..  

રાજકીય પાર્ટીના ઉમેદવારો જઈ રહ્યા છે ભુવાજીના શરણે 

હજી સુધી આપણે સાંભળ્યું છે કે ચૂંટણી જીતવા માટે સામ, દામ, દંડ,ભેદની રાજનીતિ અપનાવામાં આવતી હોય છે.. જીત માટે ઉમેદવારો  સંભવ તમામ પ્રયાસો કરતા હોય છે.. ત્યારે હવે એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ચૂંટણી જીતવા માટે ઉમેદવારો ભુવાજીના શરણે જતા જોવા મળી રહ્યા છે. ક્રિકેટના મેદાનથી લઈને ભૂવાજીની રમેલ સુધી ઉમેદવારો જતા હોય છે, એવામાં મહેસાણામાં ભાજપના ઉમેદવારો ભૂવાજીના શરણે પહોંચ્યા છે. તેમણે સધીધામ દેવીપુરા ગામે જાતરમાં હાજરી આપી હતી... આ બધાની વચ્ચે ભુવાજીએ પણ ભવિષ્યવાણી કરી છે... 


મહેસાણા ભાજપના ઉમેદવારે લીધા ભુવાજીના આશીર્વાદ!

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. એક બાજુ રાજ્યમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે. મતદાતાઓને રિઝવવા માટે પ્રયાસો શરૂ થઈ ગયા છે. મતદાતાઓના મતની સાથે સાથે ભુવાજીના આશીર્વાદ લેવા માટે પણ ઉમેદવારો પહોંચી રહ્યા છે. મહેસાણામાં ભાજપના ઉમેદવારો ભૂવાજીની શરણે પહોંચ્યા હતા. જ્યાં દીપા માતાજીના ભુવાએ એક ભવિષ્યવાણી કરીને તમામને આશ્ચર્યમમાં મૂકી દીધા હતા. 


ભાજપને દેશમાં 400થી વધારે સીટ મળશે - ભુવાજી

ભુવાજીએ મહેસાણા લોકસભાના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ અને વિજાપુર વિધાનસભાના પેટા ચૂંટણીના ઉમેદવાર સી.જે ચાવડાની જીતની ભવિષ્યવાણી કરી હતી. સધીધામ દેવીપુરાના ભુવાજીના દર્શને બન્ને ઉમેદવાર ગયા હતા, જ્યાં ભુવાજીએ ધુણતા ધુણતા આ આગાહી કરી હતી. સાથે ભાજપ દેશમાં 400થી વધારે બેઠક જીતવાની ભવિષ્યવાણી કરી હતી... 


કોંગ્રેસના પણ અનેક ઉમેદવારો ગયા છે ભુવાજીના શરણે !

તો આ પહેલીવાર નથી કે કોઈ નેતા કે ઉમેદવાર ભુવાજીના શરણે ગયા હોય. અગાઉ પણ કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા,કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર ભુવાજીના શરણે જઈ ચુક્યા છે.. અને જીત માટેના આશીર્વાદ માંગી ચૂક્યા છે... નેતાજીના ભૂવાજીના શરણે જવા મુદ્દે આપ શું માનો છો કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો.. 




વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે... ઠેર ઠેક ભાજપનો વિરોધ થયો. ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ફરી એક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે. નેતાઓ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે જેને કારણે વિવાદ છેડાતો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નેતા અને ચૂંટણીને સમર્પિત રચના.