ભાજપનું 182 બેઠકનું મંથન પૂર્ણ , જલ્દી થઈ શકે છે લિસ્ટ જાહેર !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-06 12:49:57


ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે અને હવે દરેક પક્ષ ચૂંટણીની તૈયારીયોમાં લાગી ગયા છે ત્યારે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની દસમી યાદી આજે જાહેર કરી દીધી છે તો કોંગ્રેસ ગઈ કાલે 43 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આ બધાની વચ્ચે સૌ કોઈની નજર ભાજપ પર છે. બીજેપી ઉમેદવારો પસંદગી માટે વિવિધ પ્રક્રિયા માટે ધમધમાટ શરૂ કરી દીધા છે જેમાં ઉમેદવારોના નામ જાહેર કરવા સહિત ચૂંટણીલક્ષી મંથન કર્યું છે.


ભાજપનું બેઠકો માટે મંથન !

ત્રણ દિવસની બેઠકો પૂર્ણ થઈ ચુકી છે અને હવે 9 અને 10મી તારીખે કેન્દ્રીય ભાજપ ઉમેદવારો અંગે ફરી મંથન કરશે  ભાજપે તમામ 182 બેઠકોના સંભવિત ઉમેદવારોની પેનલ તૈયાર કરી છે. દરેક બેઠક દીઠ 3થી 5 સંભવિત ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરવામાં આવી છે.  


આખરી મોહર દિલ્હીથી લાગશે !!

અમિત શાહના અધ્યક્ષસ્થાને પ્રદેશ ભાજપની પર્લામેન્ટ્રી બોર્ડની 3 દિવસની બેઠક આજે પૂર્ણ થઈ છે જેમાં વિધાનસભાની તમામ 182 બેઠકોના ઉમેદવારો મુદ્દે ચર્ચા થઈ છે. જેમાં દરેક બેઠક દીઠ 3થી 5 સંભવિત ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરવામાં આવી છે. જે ઉમેદવારોના નામની યાદી દિલ્હીમાં બતાવવામાં આવશે જે બાદ એટલે કે, 9 અને 10 નવેમ્બરે દિલ્લીથી ઉમેદવારોના નામો પર આખરી મ્હોર લાગશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે