ગુજરાતમાં ભાજપની ચિંતા વધી, આપ અને કોંગ્રેસ વચ્ચે થશે ગઠબંધન, ઈસુદાન ગઢવીએ કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-08-07 15:45:30

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ ગઠબંધન કરવામાં લાગી છે. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે તેવા  સંકેત આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આપ્યા છે. ભાજપને ટક્કર આપવા માટે આપ અને કોંગ્રેસ ગઠબંધન કરશે. ભાજપને લોકસભાની ચૂંટણીમાં હરાવવા માટે તમામ વિપક્ષોએ 'INDIA' ગઠબંધન બનાવ્યું છે. જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ છે. 


ભાજપને આપશે ટક્કર


AAP નેતા ઈસુદાન ગઢવીએ ગઠબંધન અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, INDIA ગઠબંધન હેઠળ આપ અને કોંગ્રેસ ચૂંટણી લડશે. ગુજરાતમાં કોંગ્રેસ અને આપના નેતાઓ નજીક આવે તે ભાજપ માટે મોટી ચિંતાજનક બાબત છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન શક્ય બને તો બંને પાર્ટીઓની વોટ બેંક એક જુથ રહેશે આ સ્થિતીમાં ભાજપને જોરદાર ટક્કર આપી શકાશે. કેન્દ્રમાં વિપક્ષી 'INDIA' ગઠબંધન પણ આ જ દિશામાં આગળ વધી રહ્યું છે. આપના નેતા ઈસુદાન ગઢવીના પ્રસ્તાવને ગુજરાત કોંગ્રેસના નેતાઓ કેવો પ્રતિસાદ આપે છે તેના પર સૌની નજર છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે