Rajasthan માટે BJPનો ચૂંટણી ઢંઢેરો, લાખો સરકારી નોકરીના, 450 રુપિયામાં ગેસ સિલિન્ડર સહિતના અપાયા વચન,જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-16 13:57:00

રાજસ્થાનમાં વિધાસનભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. રાજસ્થાનમાં પણ ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. આજે રાજસ્થાન માટે ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે રાજસ્થાનની જનતાને અનેક વચનો આપ્યા છે. જયપુરમાં પાર્ટીનો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. પોતાના ચૂંટણી ઢંઢેરામાં ભાજપે સૌથી વધારે ધ્યાન મહિલાઓની સુરક્ષા પર આપ્યું છે તેવું લાગી રહ્યું છે. તે ઉપરાંત દરેક જિલ્લામાં વિદ્યાર્થીનીઓને મહિલા પોલીસ સ્ટેશન અને સ્કૂટર જેવી સુવિધાઓ આપવાનું વચન ભાજપે આપ્યું છે.

 

રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ  

2024માં લોકસભા ચૂંટણી થવાની છે પરંતુ તે પહેલા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થઈ રહી છે. એક રાજ્યમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે, છત્તીસગઢમાં મતદાનનો એક તબક્કો પૂર્ણ થઈ ગયો છે ત્યારે હવે આવનાર દિવસોમાં બાકી રહેલા રાજ્યોમાં ચૂંટણી થવાની છે. રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. એક તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર કરવા માટે મેદાનમાં આવ્યા છે તો ભાજપ તરફથી પણ પ્રચાર માટે દિગ્ગજ નેતાઓ આવી રહ્યા છે. જયપુર ખાતે ભાજપે પોતાનો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. જે.પી.નડ્ડાએ રાજસ્થાન માટે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. બીજેપીએ પોતાના સંકલ્પ પત્રમાં મહિલા સુરક્ષા પર વિશેષ ધ્યાન આપ્યું છે. તે ઉપરાંત શિક્ષાને ધ્યાનમાં રાખી પણ અનેક જાહેરાતો કરવામાં આવી છે. 


એલપીજી સિલિન્ડર 450 રુપિયામાં મળશે!

બીજેપીએ રાજસ્થાન માટે ચૂંટણી ઢંઢેરો તો જાહેર કર્યો પરંતુ તે બાદ કોંગ્રેસ પર પણ આક્રામક દેખાયા હતા. જે.પી.નડ્ડાએ કહ્યું કે અન્ય પક્ષો માટે ઢંઢેરો માત્ર ઔપચારિકતા છે, પરંતુ ભાજપ માટે તે વિકાસનો માર્ગ નકશો છે. તેમાં લખેલા શબ્દોને પૂરા કરવા અમે પ્રતિબદ્ધ છીએ. અમારો ઇતિહાસ છે, અમે જે કહ્યું તે અમે કર્યું છે. જે કહેવામાં આવ્યું નથી તે પણ કરવામાં આવ્યું છે. રાજસ્થાન માટે જાહેર કરવામાં આવેલા ઘોષણા પત્રમાં એવી જાહેરાત કરવામાં આવી છે કે ભાજપ કેજીથી પીજી સુધીનું શિક્ષણ ફ્રી કરશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે LPG માત્ર 450 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.