Loksabha 2024 પહેલા BJPની નવી રણનીતિ! નવા ચહેરાઓને મળી શકે છે તક! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-29 16:49:51

લોકસભાની ચુંટણીમાં ભાજપએ bjp ફર્સ્ટ એ મગજમાં રાખીને તૈયારીઓ શરૂ કરી દીધી છે એક તરફ ભરતી મેળો શરૂ કર્યો છે તો બીજી બાજુ ભાજપના ઘણા નેતાઓને ઘરભેગા કરવાનો પ્લાન પણ બનાવી દીધો છે કેમ નેતાઓને કાઢશે કારણ કે તેમની ઉંમર થઈ ગઈ છે! 

નવા ચહેરાને મળી શકે છે આ વખતે તક! 

લોકસભાની ચૂંટણીમાં 400થી વધુ બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે ભાજપ આગળ વધી રહ્યું છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ઇન્ડિયા મહાગઠબંધનમાં ભંગાણ પડી રહ્યું છે. જેને કારણે ભાજપની રાજકીય સ્થિતી વધુ મજબૂત બની છે. જોકે, આ વખતે ગુજરાતમાં 20થી વધુ વર્તમાન સાંસદોના પત્તા કપાશે તેવી માહિતી મળી છે.  ભાજપ નવા ચહેરાઓને ચૂંટણી મેદાને ઉતારે તેવી પુરેપુરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. તેમાં વિવાદાસ્પદ જ નહીં, 65થી વધુ વયના સાંસદોને ઘર ભેગા કરવા હાઇકમાન્ડે મન બનાવી લીધુ છે. એટલે હવે મોટી ઉંમરના સાંસદોને ઘરે આરામ કરવા મોકલી શકે છે.



અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી લડશે ચૂંટણી 

ઘણી બધી વાર પીએમ મોદી અને ભાજપના વરિષ્ઠ નેતાઓ એવો વિચાર મૂકે છે કે નવા લોકોને તક આપવી જોઈએ. વિધાનસભામાં પણ એવું દેખાયું હતું. ત્યારે લોકસભામાં પણ એ ચિત્ર દેખાઈ શકે છે.ગુજરાત ભાજપનો મજબૂત ગઢ છે ત્યારે આ વખતે ગુજરાતમાં 26 પૈકી 26 બેઠકો પાંચ લાખના માર્જીનથી જીતવા લક્ષ્ય રાખવામાં આવ્યો છે.   અમદાવાદમાં ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન બાદ એક માત્ર અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવા સંકેત મળ્યા છે. અન્ય બેઠકો પર કોને ટિકીટ મળશે તે અનુમાન લગાવવું મુશ્કેલ છે 


મોદીના નામ પર લડાશે ચૂંટણી!

આ વખતે પણ ભાજપ હાઇકમાન્ડનો રિપીટ થિયરી અમલમાં મૂકીને વર્તમાન સાંસદોને ઘેરભેગા કરવાનુ મન બનાવ્યુ છે. આ ઉપરાંત આ વખતે તો સિર્ફ મોદી નામ કાફી હે આધારે જ ચૂંટણી લડાશે. આ કારણોસર જ હાઇકમાન્ડ જેને નક્કી કરે તેને વધાવી ભારે લીડ સાથે જીતાડવાનો આદેશ અત્યારથી જ આપી દેવાયો છે. એટલે વર કોઈ પણ હોય કન્યા માત્ર ગોત્ર જોઈને નક્કી કરશે! અત્યારથી ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ગુજરાતમાં દિપસિંહ રાઠોડ, નારણ કાછડિયા, ભરતસિંહ ડાભી,  શારદાબેન પટેલ, મનસુખ વસાવા, પરબત પટેલ, કિરીટ સોલંકી સહિતના સાંસદો 65થી વધુ વયના છે. 


 

કોની કોની કપાઈ શકે છે ટિકીટ?

જેમની ટિકિટ અત્યારે ખતરામાં છે મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ ચૂંટણી સામેથી જ લડવાનો ઇન્કાર કરી ચૂક્યા છે. તેમણે ખુદ એ વાત કહીકે, મારી ઉંમર થઇ. હવે યુવા,નવા ચહેરાને તક મળવી જોઇએ.એટલે આમ બીજા નેતાઓ પણ સામેથિજ ચુંટણી લડવાની ના પડી શકે છે . આ વખતે ભાજપની લોકસભા માટે રણનીતિ કઈક અલગ રહેવાની છે જેમાં આ વખતે ભાજપ હાઇકમાન્ડે રાજયસભા અને લોકસભા સાંસદોને ચૂંટણી મેદાને ઉતારવા નક્કી કર્યુ છે તો હવે લોકસભાના સત્તાના ખેલમાં કયો પક્ષ લોકોની અપેક્ષા પર ખરો ઉતરે છે તે જોવાનું રહ્યું  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.