મુસ્લિમોને આકર્ષવા માટે BJPની નવી થિયરી, કોંગ્રેસના તુષ્ટિકરણ સામે ભાજપે અપનાવી સંતુષ્ટિકરણની નીતિ


  • Published By :
  • Published Date : 2024-01-11 22:42:29

દેશમાં લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ મુસ્લિમોને આકર્ષવા માટે નવી થિયરી અપનાવી છે. ભાજપે મુસ્લિમોના તૃષ્ટીકરણ સામે સંતુષ્ટીકરણની થીયરી પર કામ કરવાનું શરૂ કર્યું છે ભારતીય જનતા પાર્ટી ખુદને પોતે હિંદુઓની પાર્ટી છે તેવો પ્રયાસ કર્યો અને તેમા ઘણા અંશે સફળ પણ રહી છે ભાજપે હિંદુત્વની રાજનિતીના જોરે હિંદુઓને એક કરવામાં સફળતા મેળવી અને હિંદુત્વની રાજનિતીના કારણે કેટલાક રાજ્યોમાં સત્તામાં પણ આવી છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2002 બાદ ગુજરાતમાં અને ત્યાર બાદ ઉત્તર પ્રદેશ અને તાજેતરમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન તથા છત્તીશગઢમાં પણ ભાજપે કેશરિયો લહેરાવ્યો છે, જો કે હવે ભાજપ પર કોમવાદી તાકાત હોવાની એક છાપ પણ પડી હતી. તેના કારણે ભાજપ અને તેના નેતાઓની વૈશ્વિક છબી ખરડાઈ છે. આજ કારણે ભાજપે હવે તેના મેક ઓવર પર કામ કરવાનું શરૂ કર્યું છે. 


ભાજપનું સંતુષ્ટીકરણ


ભાજપને દેશમાં હિંદુત્વના નામ પર મત તો મળી રહ્યા છે પણ હવે પાર્ટીની વિશ્વ સ્તરે છબી સુધારવાના પ્રયાસોમાં લાગી છે. ભાજપને દેશના દક્ષિણ ભારતના રાજ્યો જેવા કે કેરળ, કર્ણાટક, આંધ્ર, તેલંગાણા અને તમિલનાડુમાં પગ જમાવવા માટે મુસ્લિમ મતોની જરૂર છે. જો ભાજપ આગામી લોકસભાની ચૂંટણીમાં જ્યારે 400 પ્લસનો ટાર્ગેટ રાખી રહી છે ત્યારે દક્ષિણ ભારતના આ રાજ્યોમાં સીટો જીતવી અનિવાર્ય બની જાય છે, અને આ માટે મુસ્લિમો અને ખ્રીસ્તી સમુદાયના દિલ જીતવા જરૂરી. આ જ કારણે ભાજપ આખા મુદ્દાને હિંદુત્વના મુદ્દાને નેશનાલિઝમ પર ડાઈવર્ટ કરી રહી છે, અને એટલે જ ભારતીય જનતા પાર્ટી હિંદુ પ્રથમની જગ્યાએ રાષ્ટ્ર પ્રથમ સુધી લઈ જઈ છે. આરએસએસએ આ મુદ્દે કામ કરવાનું શરૂ કર્યું અને સંઘના વડા મોહન ભાગવત પણ બધાના આશ્ચર્ય વચ્ચે મુસ્લિમ સમુદાયના કાર્યક્રમોમાં હાજરી આપવા લાગ્યા છે અને તે કાર્યક્રમમાં ઈસ્લામ અને મુસ્લિમોની પ્રશંસા કરી રહ્યા છે.  સંઘ અને ભાજપ પર કમ્યુનલના થપ્પાને દુર કરવાની અને તેને ધીરે-ધીરે દુર કરવાનો પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.   PM નરેન્દ્ર મોદી પણ દેશની દરેક લઘુમતીને આકર્ષવાની કોશીશ કરી રહ્યા છે. 25મી ડિસેમ્બરે ખ્રીસ્તીઓ સાથે પીએમની મુલાકાત હોય કે કેરળમાં મિશનરીઝ સાથે મિટિંગ તે બધું આ સંતુષ્ટીકરણની થિયરીનો એક ભાગ છે. આ જ પ્રક્રિયાના ભાગરૂપે ભાજપે એન્ટી મુસ્લિમ સ્ટેટમેન્ટ આપનારા પાર્ટીના પ્રવક્તા નુપુર શર્માની હકાલપટ્ટી કરી નાખી હતી અને આટલો સમય થયો હોવા છતા ભાજપે તેમને હજુ સુધી પાછા પાર્ટીમાં લીધા નથી. આજ હાલ એમપીના પૂર્વ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાના પણ થયા છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં યુએઈના રાષ્ટ્રપતિનું પીએમ મોદી દ્વારા ભવ્ય સ્વાગત આ બધુ જ આ ઈમેજ બદલવાના એજન્ડાનો એક ભાગ છે. ભાજપના કાર્યકરોને પણ મુસ્લિમોનું સંતુષ્ટીકરણ કરવા માટે કહેવામાં આવ્યું છે. વિશ્વ નેતા બનવા માટે વિશ્વ ફલક પર છવાઈ જવા માટે ખાલી હિંદુ નેતા બની રહેવાથી શક્ય બનશે નહીં.


PM મોદીએ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી દરગાહ માટે ચાદર અર્પણ કરી


PM નરેન્દ્ર મોદીએ ઉર્સ નિમિત્તે અજમેર દરગાહ શરીફ માટે ચાદર ભેટમાં આપી છે. આ ચાદર 13 જાન્યુઆરીએ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર ચઢાવવામાં આવશે. PM મોદીએ પોતે એક્સ પર આ માહિતી શેર કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મુસ્લિમ સમુદાયના સભ્યોના પ્રતિનિધિમંડળને મળ્યા હતા અને તેમને "ચાદર" અર્પણ કરી હતી, જે અજમેર શરીફ દરગાહ પર સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તીની પુણ્યતિથિની યાદમાં એક કાર્યક્રમ દરમિયાન ચડાવવામાં આવશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે