Gujaratની 26 લોકસભા બેઠકો પર ભાજપે શરૂ કર્યા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય, Gandhinagar કાર્યાલયનું J.P.Naddaએ કર્યું ઉદ્ધાટન, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-23 14:15:54

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લક્ષીને અનેક કાર્યો કરવામાં આવી રહી છે, ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. ગુજરાતમાં 26 લોકસભા બેઠકો આવેલી છે અને તમામ સીટ પર કેસરિયો લહેકાય તે માટે પાર્ટી દ્વારા કમર કસવામાં આવી છે. ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપ કાર્યાલયોનું ઉદ્ધાટન કરવામાં આવશે અને અલગ અલગ નેતાઓને આ કાર્યાલયની જવાબદારી સોંપવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.

જે.પી.નડ્ડાએ મધ્યસ્થી કાર્યાલયનું કર્યું ઉદ્ધાટન!

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતના પ્રવાસે છે. ગાંધીનગર લોકસભા સીટને અનુલક્ષી બનાવવામાં આવેલા કાર્યાલયનું ઉદ્ધાટન જે.પી.નડ્ડાએ કર્યું છે. એવી માહિતી પણ સામે આવી છએ કે રાજ્યની તમામ 26 લોકસભા સીટો માટે તૈયાર કરવામાં આવેલા કાર્યાલયનું વર્ચ્યુઅલ ઉદ્ધાટન સી.આર.પાટીલ દ્વારા કરાયું. મહત્વનું છે કે ગુજરાતની તમામે તમામ 26 બેઠકો પર ભાજપનો કબજો છે. ત્યારે આગામી ચૂંટણીમાં પણ ભાજપની તમામ લોકસભા સીટો પર જીત થાય તે હેતુથી આ ઓફિસની શરૂઆત કરવામાં આવી છે.   


સી.આર.પાટીલે કહી આ વાત

મળતી માહિતી અનુસાર અલગ અલગ નેતાઓને અલગ અલગ સીટ કાર્યાલયની જવાબદારી સોંપવામાં આવી છે. કાર્યાલયના ઉદ્ધાટન વખતે સી.આર.પાટીલે સંબોધન કરતી વખતે જણાવ્યું કે  ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય છે કે જેમાં એકસાથે 26 લોકસભાના મધ્યસ્થ કાર્યાલાયનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે.  તે ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ સંદેશો આપવામાં આવ્યો છે કે આપણે પાંચ લાખથી વધારે વોટથી દરેકેદરેક લોકસભા જીતવી છે.



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..