સ્નેહમિલન કાર્યક્રમમાં BJP પ્રદેશ અધ્યક્ષ CR Patilએ જાહેરમાં ધારાસભ્યોને સંભળાવી દીધી! PM Modiને લઈ કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-11-29 15:32:02

આવનાર વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક રાજકીય પાર્ટી દ્વારા આને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકસભાને જીતવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવશે. ત્યારે ભાજપના અગ્રણી નેતાઓ એક્ટિવ મોડમાં આવી ગયા છે. સી.આર.પાટીલ છેલ્લા ઘણા સમયથી ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓને ટકોર કરી રહ્યા છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા મંગળવારે સુરેન્દ્રનગરમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ફરી એક વખત આક્રામક અંદાજમાં સી.આર.પાટીલ દેખાયા હતા. સ્ટેજ પરથી ધારાસભ્યોને તેમણે ટકોર કરી હતી.

સી.આર.પાટીલે ધારાસભ્યોને કરી ટકોર! 

અનેક કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો આક્રામક અંદાજ દેખાય છે. અનેક વખત ધારાસભ્યોને ટકોર સી.આર.પાટીલ કરે છે. ત્યારે સુરેન્દ્રનગરમાં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ટેજ પરથી તેમણે ભાજપના ધારાસભ્ય જગદીશ મકવાણા, પ્રકાશ વરમોરા અને પી.કે પરમારને ટકોર કરી હતી. સી.આર પાટીલે કહ્યું કે, તમે ભલે 65 હજાર મતે જીત્યા પણ એ તમારી નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાકાતથી જીત્યા છો. જો તમને તમારી જીત પર ઘમંડ આવશે તો તમારા પગલાં પણ પાછા આવશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે