'BJP 370 અને NDA 400ને સીટોને પાર કરશે', PM મોદીએ ત્રીજી ટર્મ માટે લક્ષ્ય રાખ્યું


  • Published By :
  • Published Date : 2024-02-05 20:24:35

સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે તે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સોમવારે સંસદના નીચલા ગૃહ લોકસભામાં સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ગૃહને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ લોકસભામાં કહ્યું કે હું વિપક્ષ દ્વારા લેવામાં આવેલા ઠરાવની પ્રશંસા કરું છું. આનાથી મારો અને દેશનો આત્મવિશ્વાસ મજબૂત થયો છે કારણ કે વિપક્ષે લાંબા સમય સુધી વિપક્ષમાં રહેવાનો સંકલ્પ લીધો છે. જે રીતે તમે ઘણા દાયકાઓ સુધી સત્તાધારી પક્ષમાં બેઠા હતા તે જ રીતે ઘણા દાયકાઓ સુધી વિપક્ષમાં બેસવાના તમારા સંકલ્પને જનતા ચોક્કસપણે પૂર્ણ કરશે. મોદીએ કહ્યું કે તમે લોકો (વિપક્ષ) જે રીતે આ દિવસોમાં મહેનત કરી રહ્યા છો. હું દ્રઢપણે માનું છું કે જનતા ચોક્કસપણે તમને આશીર્વાદ આપશે અને તમે આજે જે છો તેના કરતાં તમે ચોક્કસપણે વધુ ઊંચાઈ પર પહોંચી જશો.


પરિવારવાદ દેશની લોકશાહી માટે ખતરો  


પીએમએ કહ્યું કે દેશ પરિવારવાદથી ત્રસ્ત છે. પરિવારવાદની સેવા કરવી પડશે. ખડગે આ ગૃહમાંથી તે ગૃહમાં ગયા. ગુલામ નબી પાર્ટીમાંથી જ શિફ્ટ થઈ ગયા. તે બધા જ પરિવારવાદનો શિકાર બન્યા છે. એક જ પ્રોડક્ટ વારંવાર લોન્ચ કરવાને કારણે તેમણે પોતાની દુકાનને તાળા મારવા પડ્યા હતા. વિપક્ષમાં એક જ પરિવારની પાર્ટી છે. અમને જુઓ, ન તો તે રાજનાથજીનો રાજકીય પક્ષ છે, ન તો તે અમિત શાહનો રાજકીય પક્ષ છે. જ્યાં માત્ર એક પરિવાર જ પક્ષના સર્વોચ્ચ સ્થાને હોય, તે લોકશાહી માટે સારું નથી. દેશની લોકશાહી માટે વંશવાદી રાજકારણ આપણા બધા માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. એક પરિવારના બે સભ્યોની પ્રગતિને હું આવકારીશ, પરંતુ સવાલ એ છે કે પરિવારો જ પક્ષો ચલાવે છે. આ લોકશાહી માટે ખતરો છે.


હવે ગઠબંધનનું એલાઈન્મેન્ટ બગડી ગયું  

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ પોતાને શાસક માને છે. તે એક પરિવારથી આગળ વિચારી શકતી નથી. થોડા દિવસો પહેલા ભાનુમતીનો કુનબો જોડ્યો હતો હતા અને હવે ગઠબંધનનું એલાઈન્મેન્ટ બગડી ગયું છે. તેઓ એકબીજા પર જ વિશ્વાસ પણ કરતા નથી. અમારો પ્રથમ કાર્યકાળ તેમના ખાડાઓ ભરવામાં ગયો હતો. બીજા કાર્યકાળમાં નવા ભારતનો પાયો નાખ્યો. કોંગ્રેસની માનસિકતાના કારણે દેશને નુકસાન થયું છે.


NDA આ વખતે 400 અને ભાજપ 370ને પાર


મોદીએ કહ્યું કે દેશમાં એક એવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે ભારતની મહાન પરંપરાને ઉર્જા આપતું રહેશે. અમારી સરકારનો ત્રીજો કાર્યકાળ પણ દૂર નથી. વધુમાં વધુ 100-125 દિવસ બાકી છે. આખો દેશ કહી રહ્યો છે કે અબ કી બાદ મોદી સરકાર. હું સામાન્ય રીતે આંકડાઓના ચક્કરમાં નથી પડતો. પરંતુ હું જોઉં છું કે દેશનો મિજાજ એનડીએને 400 સીટોને પાર કરી દેશે અને ચોક્કસપણે ભાજપને 370 સીટો આપશે. અમારો ત્રીજો કાર્યકાળ આગામી 1000 વર્ષ માટે મજબૂત પાયો નાખવાનું કામ કરશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે