ભાજપા MP – MLA ના પરિવારજનોને ટિકિટ નહીં આપે,સાંસદે જ ટ્વિટ કરીને કર્યો ધડાકો


  • Published By :
  • Published Date : 2022-11-04 16:14:34

મનસુખ વસાવાએ ટ્વિટ કર્યું 

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં ટિકિટ મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ ટ્વિટ કરીને મોટો ધડાકો કર્યો છે. મનસુખ વસાવાએ ટ્વિટ કરતા કહ્યું કે, 'ગુજરાત વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ગાંધીનગર મુકામે ચાલુ છે. મેં તથા મારી દીકરી પ્રીતિબેન વસાવા એ પણ ઉમેદવારી માટે માંગણી કરી હતી પરંતુ ચાલુ MP - MLA ના પરિવારને ટિકિટ આપવામાં નહીં આવે એવો પાર્ટીનો નિર્ણય છે.'


સગાવાદ નહિ ચાલે 

આગામી વિધાનસભા ચૂંટણીમાં સગાવાદને દૂર રાખવા ભારતીય જનતા પાર્ટીએ એક મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા એકપણ MP – MLA ના પરિવારને ટિકિટ નહીં આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ નાંદોદ બેઠક ઉપરથી ઉમેદવારી દાવો કરનાર સાંસદ મનસુખ વસાવા અને તેમના પુત્રી પ્રીતિબેન વસાવાની ટિકિટ કપાઈ છે. મામલે સંસદે ટ્વીટ કરી ભાજપની ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયની કાર્યકરોને જાણ કરી પક્ષનો નિર્ણય શિરોમાન્ય ગણી પાર્ટીના આદેશ મુજબ કામ કરવા તૈયારી બતાવી છે.


જે કોઈપણ નામનો પક્ષ નિર્ણય કરશે તેમને અમે જીતાડશું: મનસુખ વસાવા

જ્યારે અન્ય એક ટ્વિટમાં મનસુખ વસાવાએ કહ્યું કે, 'જે કોઈપણ નામનો પક્ષ નિર્ણય કરશે તેમને અમે જીતાડશું અને બાકીના બીજા બધા આગેવાનોએ પણ પાર્ટીના જે પણ કોઈ ઉમેદવાર આવે તેમણે અને ભાજપને જીતાડવા ના કામે લાગી જવું જોઈએ.'



દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા હતા. હવે સાબરકાંઠાના ઉમેદરવાર શોભનાબેન બારૈયાને આપી છે.

ગુજરાતમાં ફરી એક વખત પેપરલીકની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાનો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો.

ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા થતી હોય છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા આ બેઠકના ઉમેદવાર છે જ્યારે છોટુ વસાવાની પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી છે. ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.