વડોદરામાં AAPનો રોડ શો નહીં કરવા દેવાની BJP કાર્યકરોની ચીમકી, કેજરીવાલના પોસ્ટર ફાડ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 18:56:26

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે તંગદીલી વધતી જોવા મળી રહી છે. AAPના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના પ્રવાસે છે. રાજ્યમાં  કેજરીવાલના આગમનનો જોરશોરથી વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. આજે  વડોદરામાં અરવિંદ કેજરીવાલે રેલી યોજી હતી. જો કે  AAPને ભાજપ સમર્થકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે. બીજેપી કાર્યકરોએ વડોદરામાં યોજાનારી અરવિંદ કેજરીવાલની રેલી પહેલા રેલી સ્થળની બહાર લાગેલા હોર્ડિંગ્સ અને પોસ્ટરો ફાડી નાખ્યા છે. અરવિંદ કેજરીવાલના પોસ્ટરની સાથે બીજેપી સમર્થકોએ પંજાબના સીએમ ભગવંત માનના પોસ્ટરને પણ નિશાન બનાવ્યું છે. આ ઘટના પર આમ આદમી પાર્ટીએ આકરી પ્રતિક્રિયા આપી છે.


કેજરીવાલના રોડ શો પહેલા ભાજપ કાર્યકરોએ કરી તોડફોડ


વડોદરામાં કેજરીવાલના રોડ શો અગાઉ બબાલ થઈ હતી. વડોદરામાં ભાજપના પૂર્વ નગરસેવક નીતિન પટેલ અને ભાજપ કાર્યકરોએ રોડ શોને લઈ ચિમકી આપી હતી. વડોદરાના રાજમહેલ રોડ ખાતે ભાજપ અને આપના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. આપના બેનર લગાવવાનો વિરોધ કરાયો હતો. હિંદુ દેવી દેવતાઓના અપમાન કરનારને રોડ શો નહીં કરવા દેવાય તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. વડોદરામાં કેજરીવાલના રોડ શોના રુટ પર તોડફોડ કરવામાં આવી છે. આ ઉપરાંત મોદી મોદીના નારા લાગ્યા હતા. જો કે પરિસ્થિતિ વધુ વણશે તે પહેલા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. કેજરીવાલની રેલી દરમિયાન વડોદરાના રાજમહેલ રોડ પર વાતાવરણ તંગ બની ગયું હતું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે