લ્યો બોલો! આ ભાજપના કાર્યકર્તાઓ તો એમના નેતાને જ નથી ઓળખતા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 15:27:47

જમાવટ દર્પણ નામનું સેગમેન્ટ ચલાવે છે જેમાં તે સમાજ અને સરકારને અરીસો બતાવવાનું કામ કરે છે. જમાવટ કોઈને જજ કર્યા વગર દર્પણ તમારી સામે રાખી દે છે. બાકી સમાજને જોવાનું રહે છે કે તેમને કેટલી બદલાવાની જરૂર છે. ત્યારે અમે ભાજપની રેલીમાં ભાજપના પીઢ નેતાઓના ફોટો લઈને પહોંચ્યા હતા જ્યાં ભાજપના કાર્યકર્તાઓ તેમના નેતાઓને જ નહોતા ઓળખી શક્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અસારવા ખાતે વિકાસકાર્યોના લોકાર્પણ માટે આવેલા હતા ત્યારે અમે ત્યાં પહોંચેલા કાર્યકર્તાઓને ભાજપના નેતાઓના ફોટો દેખાડ્યા હતા અને તેઓ કોણ છે તેવું પૂછ્યું હતું જેના કંઈક આવા જવાબ મળ્યા હતા. અમેં એક ભાજપના યુવા કાર્યકર્તા અમિત શાહનો ફોટો દેખાડીને પૂછ્યું હતું કે આ કોણ છે ત્યારે ભાજપના યુવા કાર્યકર્તાએ જવાબ આપ્યો હતો કે હું આમને નથી ઓળખતો.   


જમાવટના પત્રકાર પાયલ રાઠોડ આ ફોટોની અંદર ભાજપના કાર્યકર્તાને ફોટો દેખાડીને તેમના નેતાઓ વિશે પૂછી રહ્યા છે કે તેઓ પોતોના નેતાઓને ઓળખે છે કે નહીં. જમાવટ ભાજપના વરિષ્ઠ અને પીઢ નેતાઓના ફોટો લઈને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે પહોંચ્યા હતા. 

જમાવટ ભાજપના નેતાઓ મુરલી મનોહર જોશી, વિજ્યારાજે સિંધિયા, પંડિત દિનદયાળ ઉપાધ્યાય, લાલ કૃષ્ણ અડવાણી, અટલ બિહારી બાજપેયી, શ્યામા પ્રસાદ મુખર્જી અને અમિત શાહના ફોટો લઈને કાર્યકર્તાઓ વચ્ચે પહોંચ્યું હતું. 





ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે