કેરળના મલપ્પુરમમાં હાઉસ બોટ પલટી, 22 લોકોના મોત, મૃતકોમાં સૌથી વધુ મહિલાઓ અને બાળકો


  • Published By :
  • Published Date : 2023-05-08 14:40:06

કેરળના મલપ્પુરમ જિલ્લાના તનુર વિસ્તારમાં થૂવલથીરમ સમુદ્ર કિનારા નજીક રવિવારે સાંજે એક હાઉસબોટ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 22 થઈ ગયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ બોટમાં 40 લોકો હતા. રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ આ દુર્ઘટનાના પીડિતોને મળવા માટે પહોંચી ગયા હતા. તેમણે સ્થાનિક તાલુક હોસ્પિટલમાં મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.


બચાવ અભિયાન શરૂ


આ દુર્ઘટના બાદ NDRFની ટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધુ છે. સ્કૂબા ડાઈવિંગ ટીમને પણ બોલાવવામાં આવી છે. તે સાથે જ નેવી અને કોસ્ટ ગાર્ડની ટીમ પણ પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી 22 મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા છે. કેટલાક મૃતદેહો કાદવમાં ફસાયા હોવાની પણ આશંકા છે. અત્રે ઉલ્લેખનિય છે કે મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. આ લોકો ઉનાળું વેકેશન મનાવવા માટે અહીં આવ્યા હતા. 



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.