લોરેન્સ બિશ્નોઇ પર લાંબા સમયબાદ આવી સલમાન ખાનની પ્રતિક્રિયા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-27 18:25:10

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન કે જેમને ઘણા લાંબા સમયથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ તરફથી ધમકીઓ મળી રહી છે . જોકે હવે આ મામલે સલમાનની ખુબ લાંબા સમય બાદ પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા તેમણે "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન આપી છે કે જે ૩૦ માર્ચના રોજ સિનેમા ઘરોમાં આવી રહી છે . આપને જણાવી દયિકે ૧૯૯૮થી જ સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઇ વચ્ચે અદાવત ચાલી રહી છે . તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી . 

Salman Khan | Biography, Family, Movies, Court Cases, & Philanthropic Work  | Britannica

સલમાન ખાનની ફિલ્મ "સિકંદર" કે જે ૩૦ માર્ચના રોજ ઈદના દિવસે આવી રહી છે. આ ફિલ્મમાં તેઓ અભિનેત્રી રશ્મિકા મંદાના સાથે ચમકી રહ્યા છે . હવે આ ફિલ્મને લઇને સલમાન ખાને એક પ્રમોશન ઇવેન્ટનું આયોજન કર્યું હતું . જેમાં તેમણે તેમના મુંબઈ સ્થિત ગેલેક્સી ઘર ખાતે જે હુમલો થયો હતો સાથેજ લોરેન્સ બિશ્નોઇ તરફથી ઘણીવાર તેમને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે તેને લઇને પ્રતિક્રિયા આપી હતી.  સલમાન ખાને પત્રકારોને કહ્યું હતું કે , " મીડિયાની સાથે હોઉં છુ ત્યારે હું સુરક્ષિત અનુભવ કરું છુ . હવે જિંદગી ગેલેક્ષીથી સ્ટુડિયો સુધીની રહી ગઈ છે . ભગવાન , અલ્લાહ બધું જ તેમની પર છે. જેટલી ઉમર લખવામાં આવી છે તેટલી લખેલી છે . ક્યારેક ક્યારેક આટલા લોકોને સાથે રાખીને ચાલવું પડે છે. બસ એ જ  પ્રોબ્લેમ થઈ જાય છે. " વર્ષ  હતું ૧૯૯૮નું , જયારે હમ સાથ હમ સાથ હેનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે આ ફિલ્મના મુખ્ય એક્ટર સલમાન ખાન અને સેફ અલી ખાનની સાથે જ અભિનેત્રીઓ તબુ , સોનાલી બીન્દ્રે , નીલમ પર આરોપ લાગ્યા હતા કે તેમણે જોધપુર નજીક કાળિયારનો શિકાર કર્યો હતો . બસ આ જ સમયથી અભિનેતા સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઇ અને તેમના સાથીઓ તરફથી મારવાની ધમકીઓ મળતી રહે છે . કેમ કે બિશ્નોઇ સમાજ કાળીયારને પવિત્ર ગણે છે.  એપ્રિલ , ૨૦૨૪માં બે અજાણ્યા શખ્સોએ સલમાન ખાનના ઘર પર ફાયરિંગ લોન્ચ કર્યું હતું . જોકે આ પછી પોલીસ દ્વારા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી . આ પછી ઓક્ટોબર , ૨૦૨૪માં પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા આ લોરેન્સ બિશ્નોઇ દ્વારા  કરવામાં આવી હતી . આ પછી બિશ્નોઇ ગેંગે હત્યાની જવાબદારી લીધી હતી . 

તો આ મામલે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું . 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.