જયા બચ્ચન, જુહી ચાવલા સહિતનાં બોલિવૂડ એક્ટરોએ જુનાગઢમાં લગાવી વેક્સિન! સર્ટિફિકેટ્સ સોશિયલ મીડિયામાં થયા વાયરલ


  • Published By :
  • Published Date : 2023-02-23 14:49:29

થોડા વર્ષો પહેલા આવેલી કોરોના મહામારીએ અનેક લોકોના જીવ લીધા હતા. કોરોનાને કારણે અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા હતા. ત્યારે કોરોના સામે જંગ લડવા વેક્સિનેશન અભિયાન સમગ્ર દેશમાં ચલાવવામાં આવ્યું હતું. કોરોના સામે રક્ષણ મેળવવા વેક્સિનનો ડોઝ લોકોએ લીધો હતો. ત્યારે જૂનાગઢમાં વેક્સિનેશનમાં કૌભાંડ થયા હોવાની આશંકા સામે આવી છે. સોશિયલ મીડિયા પર વેક્સિનેશનના સર્ટિફિકેટ વાયરલ થયા છે જેમાં ફિલ્મ એક્ટ્રેસ જૂહી ચાવલા, જયા બચ્ચન સહિતના અભિનેતાઓનો સમાવેશ થાય છે. 100 ટકા રસીકરણ પૂર્ણ કરવા માટે આવા વેક્સિનેશન સર્ટિફિટેક ઈસ્યુ કરવામાં આવ્યા હોય તેવી આશંકા સેવાઈ રહી છે. 

 આ તમામ બોગસ સર્ટિફિકેટની કોપીઓ છે. જેમાં જ્યા બચ્ચનની ઉંમર વર્ષ 23 એ મેંદપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બીનાબેન વ્રજલાલ વ્યાસ નામના મહિલા કર્મચારી પાસે રસી લીધી હતી. જેમાં પ્રથમ ડોઝ તા 30 જુલાઈ 2021 બીજો ડોઝ 30 ઓક્ટોબર 2021 અને પ્રિકોશન ડોઝ તા 3 ઓગસ્ટ લીધો હોવાનું સર્ટિફિકેટ મળી આવ્યું છે.


 મહિમા ચૌધરીએ પણ મેંદપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી રસી મુકાવીની માહિતી ફરતી થઇ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયા બોગસ વેક્સિનેશન સર્ટિફિકેટના ફોટા

કોરોના મહામારી સામે લડવા સમગ્ર દેશમાં પૂરજોશમાં રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. લોકો કોરોનાથી સુરક્ષિત રહે તે માટે લોકોને વેક્સિન આપવામાં આવી હતી. રસીકરણ અભિયાનને લઈ અનેક વખત સરકાર પર આરોપ લાગ્યા છે. પરંતુ જૂનાગઢથી એવા અનેક ફોટા સામે આવ્યા છે જેમાં અભિનેતાઓને નામ પર બોગસ વેક્સિન સર્ટિફિકેટ ઈસ્યુ કરાયા હોય તેવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર જયા બચ્ચન, જૂહી ચાવલા, મહિમા ચૌધરીના વેક્સિનેશન સર્ટિફિકેટ વાયરલ થયા છે.


જૂનાગઢમાં જયા બચ્ચન, મહિમા ચૌધરીએ લીધી વેક્સિન!

સર્ટિફિકેટ જે વાયરલ થયા છે તેમાં જયા બચ્ચનની ઉંમર 23 વર્ષની બતાવામાં આવી છે. મેંદપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તેમણે રસી હતી અને પ્રથમ રસી 30 જૂલાઈ 2021 જ્યારે બીજો ડોઝ 30 ઓક્ટોબરના રોજ લીધી હતી. તે ઉપરાંત સર્ટિફિકેટમાં મહિમા ચૌધરીની ઉંમર પણ 22 દર્શાવામાં આવી હતી .મહિમાએ પણ મેંદપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસી લીધી હતી તેવું બતાવવામાં આવ્યું છે. 

 મહિમા ચૌધરીએ પણ મેંદપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી રસી મુકાવીની માહિતી ફરતી થઇ છે.

100 ટકા વેક્સિનેશન બતાવા કરાયું કૌભાંડ! 

એવું માનવામાં આવી રહ્યું છે કે જૂનાગઢમાં 100 ટકા રસીકરણના આંકડા પર પહોંચવા માટે બોગસ સર્ટિફિકેટ બનાવામાં આવ્યા હોય. આ તમામ કૌભાંડ જૂનાગઢ જિલ્લાના ભેસાણ અને વિસાવદર તાલુકામાં આચરાયું હોય તેવું લાગી રહ્યું છે. આ ફોટો વાયરલ થયા બાદ આરોગ્ય વિભાગના એડિ. ડાયરેક્ટરએ કહ્યું કે ગુજરાતમાં આ શક્ય નથી. જેમણે આવાં ખોટાં સર્ટિફિકેટ આપ્યાં છે તેમની સામે પગલાં લેવાય છે. આ અંગે પણ તપાસ કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.    




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે